ઈ-વાહનને પરમીટની જરૂર નથીઃ ગડકરી

September 7, 2018 at 11:50 am


પ્રદૂષણના ઉકેલ માટે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ એક મોટી જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે દેશમાં ઈલેિક્ટ્રક વાહનો અને વૈકિલ્પક Iધણથી ચાલતાં વાહનોને પરમીટની જરૂરિયાત નહી રહે.

ગડકરીએ વાહન નિમાર્તા કંપનીઆેને ઈ-વાહનની દિશામાં ધ્યાન કેન્દ્રીત કરવાનો આગ્રહ કરતાં કહ્યું કે આેલા અને ઉબેર જેવી કંપનીઆે માટે પોતાના જથ્થામાં નિશ્ચિત માત્રામાં ઈ-વાહન સામેલ કરવું અનિવાર્ય બનાવીને આ પ્રકારના વાહનોની માગ વધારી શકાય છે.

કેન્દ્રીય મંત્રીએ સિયામના વાર્ષિક સંમેલનમાં કહ્યું કે અમે ઈલેિક્ટ્રક વાહનો અને એથેનોલ, બાયોડીઝલ, સીએનજી, મેથેનોલ અને જૈવ Iધણ જેવા વૈકલ્પીક Iધણથી ચાલતાં તમામ વાહનોને પરમીટની જરૂરિયાતથી છૂટ આપી છે. આ વાહનોને પણ પરમીટથી મુક્ત રાખવામાં આવશે. રાજ્યોએ પણ ઈ-વાહનોને છૂટ આપવા પર સહમતિ વ્યક્ત કરી છે. તેમણે ઈ-વાહન ઉત્પાદનના અવસરનો લાભ ઉઠાવવા માટે કંપનીઆેને આગળ આવવા આગ્રહ કર્યો પરંતુ કોઈ પ્રકારના નાણાકીય પ્રાેત્સાહનનો ઈનકાર કર્યો હતો.

ગડકરીએ કંપનીઆેને નૌ-પરિવહનમાં પ્રવેશ કરવાનું પણ સુચન કર્યું હતું. તેમણે કહ્યું કે અલ્હાબાદથી વારાણસી સુધી અમે પાણીના સ્તરની ઉંડાઈને આેછામાં આેછી 1.5 મીટર રાખી છે. 15 કરોડ લોકો કુંભ મેળામાં એકત્ર થશે. કંપનીઆે આગળ આવે અને 500થી 600 સીટર નૌકા ચલાવે. હું માત્ર આઠ દિવસમાં તમામને મંજૂરી આપીશ.

ગડકરીએ ઉમેર્યું કે મોટાપાયે પેટ્રાેલથી ચાલતાં ટુ-વ્હીલરોને પણ ઈલેિક્ટ્રક વાહનમાં તબદીલ કરવામાં આવી રહ્યા છે. નીતિપંચના ઉપાધ્યક્ષ રાજીવકુમારે જણાવ્યું કે અમે ટૂંક સમયમાં જ પબ્લીક ટ્રાન્સપોર્ટને મજબૂત કરવાની સાથે પ્રદૂષણ ઘટાડવાની રૂપરેખા બનાવવા જઈ રહ્યા છે.

Comments

comments

VOTING POLL