ઈ.વી.એમ.: વિપક્ષ માટે સોફ્ટ ટાર્ગેટ

January 23, 2019 at 8:54 am


2014ની લોકસભાની ચૂંટણીમાં ઈલેક્ટ્રાેનિક વોટિંગ મશીન સાથે ચેડાં કરી ચૂંટણીનાં પરિણામો ફિક્સ કરવામાં આવ્યા હોવાનો અમેરિકામાં રાજકીય આશ્રય માગતા ભારતીય સાઇબર નિષ્ણાતે દાવો કરતા આ મુદ્દાે ફરી એક વખત ચર્ચાની એરણે ચડéાે છે. જોકે ચૂંટણી પંચે તરત જ આ દાવાને નકારી કાઢતા કહ્યું હતું કે ઇવીએમ ફુલપ્રૂફ છે અને તેની સાથે ચેડાં શક્ય નથી. ચૂંટણી પંચે સૂજા સામે કાનૂની પગલાં લેવાની વાત પણ કહી હતી.

દેશમાં લોકસભા ચૂંટણી માટે માહોલ બનવાની શરુઆત થઈ ગઈ છે. રાજનૈતિક દળોમાં આક્ષેપ પ્રતિ આક્ષેપનો દોર ચાલી રહ્યાે છે. આવામાં ચૂંટણી પહેલા એકવાર ફરીથી ઈવીએમ પર ચર્ચા શરુ થઈ છે. ઈવીએમની સુરક્ષા પર ઘણા રાજનૈતિક દળ પહેલા સવાલો ઉઠાવી ચૂક્યા છે ત્યારે લંડનમાં કેટલાક એક્સપટ્ર્સે ભારતમાં ઉપયોગમાં લેવાનારા ઈવીએમને હેક કરીને દેખાડéા હતા. આ હેકિંગનું પ્રસારણ લાઈવ કરવામાં આવ્યું હતું. કેટલાક એક્સપટ્ર્સનું કહેવું છે કે ઈવીએમ હેક કરવું ખૂબ સરળ છે.દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પણ વિધાનસભામાં ઈ.વી.એમ.હેકરને બોલાવી નાટક કર્યું હતું તે બધા જાણે છે.

2014ની લોકસભા ચૂંટણી પછી ઘણા વિપક્ષી દળોએ ભાજપ ઉપર ઈવીમમાં ચેડા કરવાનો આરોપ લગાવ્યો હતો. 2019ની લોકસભા ચૂંટણીમાં હવે માત્ર ત્રણ મહિના જેટલો સમય બાકી રહ્યાે છે. આવા સમયે આ મુદ્દાે ફરી ઉછળતા સરકાર પણ ડિફેન્સમાં આવી ગઈ છે અને ખુલાસાઆે કર્યા છે.ભાજપને આ વિવાદ પાછળ કાેંગ્રેસનો હાથ હોવાની શંકા છે. થોડા સમય પહેલા કેટલાક રાજકીય પક્ષોએ આગામી ચૂંટણી ઈ.વી.એમ નહિ પણ બેલેટ પેપરથી કરાવવાની માંગણી કરી હતી. આવી માંગ કરતા પૂર્વે આ પક્ષોએ વિચારવું જોઈએ કે, જયારે બેલેટથી ચૂંટણી થતી હતી ત્યારે કેટલી ધાંધલી થતી હતી. આખેઆખા બુથ કેપ્ચર થતા હતા અને કેટલાક તો બેલેટ પેપર લઈને નાસી જતા હતા. આ ગરબડીથી ત્રાસીને જ ચૂંટણી પંચે ઈ.વી.એમનો ઉપયોગ શરુ કર્યો છે. હવે વિપક્ષ ફરી એ જમાનામાં જવા માંગે છે. એક વાત નક્કી છે કે, વિપક્ષ માટે ઈ.વી.એમ.સોãટ ટાર્ગેટ બની ગયા છે. જો હારે તો તેનું ઠીકરું ઈ.વી.એમ ઉપર અને જીતે તો અમે અમારી તાકાત ઉપર જીત્યા એવા દાવા કરવાની ફેશન આજકાલ ચાલી રહી છે.

Comments

comments

VOTING POLL