ઉંચડીનું તળાવમાં વિદેશી પક્ષીઆે મહેમાન

February 12, 2019 at 2:30 pm


તળાજાથી ગોપનાથ જતા વચ્ચે ઉંચડી ગામ આવે છે. રસ્તા પરજ ગામનું તળાવ આવે છે. જેમાં તળાવમાં પાંચ પચીસ મોટા વિદેશી પક્ષીઆે આવતા હતા પણ આ વર્ષે વવિધ પ્રકારના હજારો પક્ષીઆેએ તળાવને પોતાનું રહેઠાણ બનાવતા પક્ષી પર્યાવરણ પ્રેમીઆે અહી પક્ષીઆેને ગામે ગામથી નિહાળવા આવી રહ્યા છે.
તળાજા પંથકમાં ફરવા લાયક કુદરતી સા¦દર્યવાળા અનેક સ્થળો છે. એ ઉપરાંત તળાજા વિસ્તારમાં સાવજ અને દીપડાના પણ આંટાફેરા વધી રહ્યા છે તો ગોપનાથ જતા રસ્તામાં આવતા ઉંચડી ગામના રસ્તા પરના તળાવમાં આ વખતે હજારો પક્ષીઆે આવ્યા છે.
તળાજા વનવિભાગના વાઘેલાના જણાવ્યા પ્રમાણે સાઉદી અરેબિયા તરફના આ પક્ષીઆે છે જેને આપણે બતક, ઢેક બગલા, પેન, ચમચો તરીકે આેળખીએ છીએ. અહીના વિશાલ તળાવમાં મોટી સંખ્યામાં પક્ષીઆેનો અવાજ સાંભળવો અને પાણી પર રમતા કે ઉડતા જોવા એક લ્હાવો બની ગયો છે.અહી મોટી સનખ્યામાં વિદેશી પક્ષીઆેએ રહેઠાણ બનાવ્યાની વાતને લઈ શાળાના બાળકોથી લઈ અનેક પ્રવાસીઆે ખાસ પક્ષીઆેને નિહાળવા આવી રહ્યા છે. જેને લઈ નાનકડું ઉંચડી ગામ પક્ષીઆેના કારણે પ્રવાસીઆે માટેનું સ્થળ બની ગયુ છે સાથે અહી પુરાતન હનુમાનજી મહારાજનું મંદિર હોય પ્રવાસીઆેને દેવ દર્શન થઈ જાય છે.

Comments

comments

VOTING POLL