ઉગ્રવાદીઓના જનાજા વખતે યુવકોની ભરતી પ્રક્રિયા પર બાજનજર

June 22, 2018 at 10:42 am


કાશ્મીરમાં ઉગ્રવાસીઓના જનાજા સાથે એટલે કે, અંતિમયાત્રા વખતે યુવાનો દ્વારા સૂત્રોચ્ચાર કરવામાં આવે છે અને આવા વખતે ઉગ્રવાદી જૂથોમાં નવા યુવકોની ભરતીનો માર્ગ મોકળો થાય છે.
હવે આવા પ્રસંગો પર કાશ્મીરના પોલીસ ખાસ મોટી સંખ્યામાં હાજર રહેશે અને આવી પ્રવૃતિ પર બાજનજર રાખી યુવકોની ભરતી પ્રક્રિયા અટકાવશે.
જમ્મુ-કાશ્મીર રાજ્યના પોલીસ વડા એસ.પી.વૈદ્યે એમ કહ્યું છે કે, અમે આ પ્રકારની પ્રવૃતિ પર બાજનજર રાખશું અને આવી કોઈ ભરતી થવા દેશું નહીં.
સામાન્ય રીતે કાશ્મીરમાં જયારે કોઈ ગોળીયુધ્ધમાં કે ગોળીબારમાં મોતને ભેટે છે ત્યારે તેના જનાજામાં સેંકડો લોકો એકત્ર થઈ જાય છે.
આવા પ્રસંગે યુવકોને વધુ ઉશ્કેરીને એમની ભરતી ઉગ્રવાસી જૂથોમાં કરાવવામાં આવે છે અને આ પ્રસંગનો લાભ ઉઠાવવામાં આવે છે.
હવે આવા કોઈ જનાજા નીકળે ત્યારે એ પહેલાં જ પોલીસનો કાફલો જે-તે વિસ્તારોમાં ગોઠવાઈ જશે અને યુવકોની ઉશ્કેરણી બંધ કરાવશે.
ઉગ્રવાસી જૂથોનો આ પ્રયોગ પણ હવે બંધ થશે અને યુવકોની ભરતી પ્રક્રિયા પર લગામ નાખવા માટે પોલીસે જે વ્યૂહ ગોઠવ્યો છે તે સફળ થશે તેમ માનવામાં આવે છે.

Comments

comments

VOTING POLL