ઉછીના આતંકવાદીઃ 100 અફઘાનો કાશ્મીરમાં ઘુસાડવાનો ઈમરાનનો પેંતરો

August 23, 2019 at 10:27 am


કાશ્મીર ખીણપ્રદેશમાં હુમલા કરાવી મોટાપાયે અશાંતિ ફેલાવવા પાકિસ્તાન અફઘાનિસ્તાનથી 100 કટ્ટર ત્રાસવાદી લાવવાનું આયોજન કરી રહ્યું હોવાનું સુરક્ષા દળોએ કહ્યું હતું. ગુપ્તચર ખાતાના અહેવાલને ટાંકતા તેમણે કહ્યું હતું કે આ ઉપરાંત જૈશ-એ-મોહમ્મદના 15 ત્રાસવાદીઆે કાશ્મીરમાં ઘૂસણખોરી કરવા પાકિસ્તાન તરફની અંકુશરેખા પાસે લિપા ખીણપ્રદેશ પાસે ઊભી કરવામાં આવેલી આતંકવાદી છાવણીઆેમાં સં થઈને બેઠા છે.
સૂત્રોના જણાવ્યાનુસાર ગુપ્તચર ખાતાએ આપેલી માહિતી મુજબ પાકિસ્તાનસ્થિત આતંકવાદી જૂથ આવનારા અઠવાડિયાઆેમાં ભારતના અનેક ચાવીરુપ શહેરોમાં મહÒવના સંસ્થાનોને નિશાન બનાવે તેવી શક્યતા છે. જૈશ-એ-મોહમ્મદના વડા મૌલાના મસૂદ અઝહરના ભાઈ મુિãત રઉફ અશગરે કટ્ટ્ર આતંકવાદીઆેને કાશ્મીરમાં ઘૂસાડવાના એજન્ડા સાથે 19 અને 20 આૅગસ્ટે બહાવલપુરના વડામથકે જૂથના ટોચના કમાન્ડરો સાથે બેઠક યોજી હતી.

સૂત્રોના જણાવ્યાનુસાર કાશ્મીરના સ્થાનિક આતંકવાદીઆે તાલીમબÙ નથી અને તેમનામાં નેતૃત્વનો અભાવ છે. આતંકવાદવિરોધી આક્રમક કાર્યવાહીને કારણે સ્થાનિક લોકોમાં નેતૃત્વની કટોકટી જોવા મળી રહી છે. આ કારણે જ પાકિસ્તાન કાશ્મીરમાં કટ્ટર આતંકવાદીઆેને ઘુસાડવાની પેરવીમાં છે

Comments

comments

VOTING POLL