ઉજ્જવલા યોજના પાર્ટ-2ઃ બીપીએલ અને અંત્યોદય પરિવારને પીએનજી-એલપીજી માટે રૂા.1600ની સહાય અપાશે

May 30, 2018 at 4:20 pm


Spread the love

ગુજરાતને સ્મોક ફ્રી સ્ટેટ જાહેર કરવાના અભિયાનના પગલે હવે આગામી દિવસોમાં સસ્તા અનાજની દુકાનોએથી એપીએલ કેટેગરીના કેરોસીન મેળવતા કાર્ડધારકોને તા.1 સપ્ટેમ્બરથી કેરોસીનનો પુરવઠો સંપૂર્ણપણે બંધ કરવાનો નિર્ણય ગુજરાત સરકારે લીધો છે.

અન્ન અને નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતોના વિભાગના ઉપસચિવ એમ.ઝેડ. શ્રાેફ દ્વારા આ અંગે પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે અને તેમાં જણાવાયા મુજબ પીડીએસ કેરોસીનમાં પ્રથમ તબકકામાં અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત, ભાવનગર, જૂનાગઢ, જામનગર અને ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારમાં એપીએલ કેટેગરીના કાર્ડધારકોને આગામી ત્રણ માસના સમયગાળામાં એટલે કે તા.1 જૂનથી 31 આેગસ્ટ સુધીમાં પોતાના ખર્ચે એલપીજી અથવા પીએનજી જોડાણ ગેસ માટે મેળવી લેવાનું રહેશે અને તા.1-9-2018થી એપીએલ કેટેગરીના રેશનકાર્ડ ધારકોને પિબ્લક ડિસ્ટિ²બ્યુશન સીસ્ટમ (પીડીએસ) કેરોસીન આપવાનું બંધ કરવામાં આવશે.

ગુજરાતને સ્મોક ફ્રી સ્ટેટ જાહેર કરવાનો નિર્ણય લેવાયા બાદ અંત્યોદય

કે બીપીએલના કેરોસીન મેળવતા રેશનકાર્ડ ધારકોને સબસીડીના ધોરણે ગેસ જોડાણ આપવા પીએનજી-એલપીજી સહાય યોજના અમલમાં મુકવામાં આવેલ છે જેમાં રાજ્ય સરકાર દ્વારા એલપીજી અથવા પીએનજી કનેકશન ન ધરાવતા હોય તેવા, પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનામાં જોડાણ ન મેળવનાર, અંત્યોદય અને બીપીએલની પરિવારની પૂખ્તવયની મહિલાની પ્રથમ પસંદગી કરવામાં આવશે અને જો કોઈ પરિવારમાં પૂખ્તવયની મહિલા ન હોય તો પૂખ્તવયના પુરુષના નામે પીએનજી અને એલપીજી જોડાણ માટે રૂા.1600ની સબસીડી રાજ્ય સરકાર આપશે.

પુરવઠા નિગમના ગાંધીનગરના સત્તાવાળાઆેના જણાવ્યા મુજબ પ્રધાન મંત્રી ઉજ્જવલા યોજના અંતર્ગત પ્રથમ તબકકામાં 12.60 લાખ ગેસ જોડાણ આપવામાં આવેલ છે અને હવે બીજા તબકકામાં અંત્યોદય કે બીપીએલ કેરોસીન રેશન કાર્ડ ધારકોને પીએનજી-સીએનજી રાંધણ ગેસ આપવામાં આવનાર છે. કેરોસીનના બદલે સ્વચ્છ ઇંધણ લોકોને મળી રહે તે માટે રાજ્ય સરકારે આ યોજના દાખલ કરી છે.