ઉત્તરપ્રદેશના લોકો માટે પીએમ મોદી જ છે ભગવાન, ગામમાં બન્યું મોદીજીનું મંદિર

April 17, 2019 at 12:40 pm


આજે લોકો અલગ અલગ દેવી દેવતાઓનું પૂજન ધૂપ અગરબતી કરતા જોવા મળે છે ત્યારે આ એક આશ્ચર્યની વાત લાગે કે આ પહેલા ક્યારેય પણ કોઈ નેતાના નામે મંદિર કે ભગવાન માની પૂજા થતી હોય તેવું ભાગ્યે જ જોવા મળે છે. બિલકુલ અલગ પ્રકારનું આ દ્રશ્ય ઉત્તર પ્રદેશના બલિયા જીલ્લામાં જોવા મળ્યું છે. બલિયા જીલ્લાના બાંસડીહ નગર પંચાયતમાં લોકોએ મોદીને ભગવાન માની લીધા છે ત્યારે એક દુર્ગા મંદિરને જ મોદીનું મંદિર બનાવી દેવામાં આવ્યું છે. જ્યાં મંદિરમાં પીએમ મોદીની તસવીર રાખવામાં આવી છે. અહીં મહિલા હોય કે પુરૂષ, બાળક હોય કે જવાન, બધા જ મોદીને દેવતા માનીને મોદીની તસવીર પર અગરબત્તી દેખાડી વિજય તિલક લગાવે છે.મોદીની ભક્તિમાં માત્ર પુરૂષો જ નહીં પરંતુ મહિલાઓ પણ જોવા મળે છે. મહિલાઓ પણ મોદીની તસવીર પર તિલક લગાવી ધૂપ અને અગરબત્તી લગાવે છે.

 

આ ચૂંટણીની સિઝનમાં દેશની જનતાના કેટલાએ રંગ જોવા મળી રહ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ભક્ત આ મામલામાં એકદમ આગળ જોવા મળી રહ્યા છે. જ્યારે પૂરા દેશમાં ચૂંટણી માહોલ ધમ ધમી રહ્યો છે. ત્યારે આ ચુંટણી જીતી જાય તેવી કામના સાથે મહિલાઓએ નવ દિવસનું વ્રત રાખ્યું છે.ગામના લોકોનું માનીએ તો, નરેન્દ્ર મોદીને પ્રધાનમંત્રી બનાવવા માટે તમામ લોકોએ નવ દિવસનું વ્રત રાખ્યું છે અને મોદીની તસવીરની પૂજા કરી રહ્યા છે. ગામના લોકોએ બાંસડીહ નગર પંચાયતને મોદી નગર પંચાયત રાખવાની માંગ પણ શરૂ કરી દીધી છે

Comments

comments