ઉત્તરપ્રદેશમાં ટુરિસ્ટ બસ પલ્ટી ખાઈ જતા 17 લોકોના મોત: 35થી વધુ ઘાયલ

June 13, 2018 at 11:06 am


ઉત્તરપ્રદેશના મૈનપુરી ખાતે આજે વહેલી સવારે ગમખ્વાલ રોડ એક્સિડન્ટ થયો છે. આ દુર્ઘટનામાં 17 લોકોનું સ્થળ પર જ મૃત્યુ થયું છે જ્યારે 35થી વધુ ઘાયલ છે. અહેવાલો અનુસાર પ્રવાસીઓથી ભરેલી ટ્રાવેલ્સ કંપ્નીની બસ જયપુરથી ફર્રુખાબાદ જઈ રહેલી સ્લીપર કોચ બસ બેકાબૂ થઈ પલ્ટી ખાઈ ગઈ હતી.
પોલીસ અને બચાવદળ ઘટના સ્થળે પહોંચી ગયા છે અને ઘાયલોને બહાર કાઢી તાત્કાલીક નજીકના સ્થળે હોસ્પિટલમાં લઈ જવાઈ રહ્યા છે. અત્યાર સુધઈ મળેલા અહેવાલ અનુસાર લગભઘ 35થી વધુ લોકો ઘાયલ છે જેમાં 3 વ્યક્તિઓની હાલત ખૂબ જ ગંભીર છે.
આ દુર્ઘટના બુધવારે વહેલી સવારે દન્નાહાર વિસ્તારમા ઘટી હતી. મીડિયા રિપોટ્ર્સ અનુસાર પોલીસે અત્યાર સુધીમાં 17 લોકોના મોત થયાનું જણાવ્યું છે. જ્યારે અનેક લોકો ઘાયલ છે. મૈનપુરીના એસપી સહિતના ઉચ્ચ પોલીસ અધિકારઓ સ્થળ પર હાજર છે અને સ્થિતિ પર દેખરેખ રાખી રહ્યા છે. એકબાજુ ઘાયલોને હોસ્પિટલ મોકલવામાં આવી રહ્યા છે તો બીજી તરફ જે લોકો સુરક્ષિત છે તેમને બીજી બસ મગાવી રવાના કરવામાં આવ્યા છે.

Comments

comments

VOTING POLL