ઉત્તરપ્રદેશમાં ભાજપનું સ્ટીમ રોલર ફરી વળ્યું: ૪૫ બેઠકો ઉપર આગળ

May 23, 2019 at 11:23 am


દિલ્હીમાં સત્તાના સૂત્રો સંભાળવા માટે જે રાયની ચાવીરૂપ ભૂમિકા રહેલી છે તે ઉત્તરપ્રદેશમાં ભાજપનું સ્ટીમ રોલર ફરી વળ્યું હોય તેવી રીતે ૪૫ બેઠકો ઉપર ભાજપના ઉમેદવારો આગળ ચાલી રહ્યા છે. અહીં મહાગઠબંધન સપા–બસપાના ઉમેદવારો ૧૨ અને કોંગ્રેસના ૨ ઉમેદવારો આગળ ચાલી રહ્યા છે.
દરમિયાન અહીંની બે હાઈવોલ્ટેજ ગણાતી અમેઠી અને રાયબરેલી કે યાં કોંગ્રેસના દિગ્ગજ ઉમેદવાર રાહુલ ગાંધી લડી રહ્યા હતા તે પાછળ ચાલી રહ્યા છે. બીજી બાજુ મુલાયમસિંઘ, અખિલેશ, ડીમ્પલ યાદવ સહિતના સપા ઉમેદવારો લીડ હાંસલ કરી રહ્યા છે.
બીજી બાજુ ભાજપ માટે એક ઝટકા સમાન ટ્રેન્ડ બહાર આવ્યો છે જે અનુસાર કેન્દ્રીય મંત્રી મેનકા ગાંધી પાછળ ચાલી રહ્યા છે તો પીલીભીત બેઠક ઉપર વરૂણ ગાંધી ઘણા આગળ નીકળી ગયા છે. એકંદરે અહીં એકિઝટ પોલ કરતાં વિપરિત ટ્રેન્ડ બહાર આવ્યા હોય તેવી રીતે ભાજપના ઉમેદવારો ૪૫થી વધુ બેઠકો ઉપર લીડ મેળવી રહેલા દેખાય છે

Comments

comments

VOTING POLL