ઉત્તરપ્રદેશમાં રામ રાજ અને પ્રજા દુઃખી

September 14, 2019 at 9:11 am


ઉત્તર પ્રદેશમાં રામ રાજ અને પ્રજા દુઃખી હોય એવું લાગી રહ્યું છે. કાયદો વ્યવસ્થાની સ્થિતિ તો કાબુ બહાર છે અને પ્રજા હેરાન પરેશાન છે.લટકામાં એક એવો રિપોર્ટ ભાર આવ્યો છે કે, પ્રદેશના મંત્રીઆે ક્યારેય આવકવેરો ભરતા જ નથી. ઉત્તર પ્રદેશની સરકાર તમામ પ્રધાનોનો કરવેરો ભરી રહી છે એવો ચાર દાયકા જૂનો કાયદો અસ્તિત્વમાં છે એ વાતથી ઘણા ચાેંકી ઉઠéા છે. બીજી નવાઈની વાત એ છે કે અમુક રાજકીય નેતાઆેએ તો ત્યાં સુધી કહ્યું છે કે આવો કોઈ કાયદો છે એવી તેમને ખબર જ નહોતી.
1981માં વી. પી. સિંહ રાજ્યના મુખ્ય પ્રધાન હતા ત્યારે ઘડાયેલા ધ ઉત્તર પ્રદેશ મિનિસ્ટર્સ સેલરીઝ, ઍલાવન્સીઝ ઍન્ડ મિસ્સેલેનીયસ ઍક્ટ, 1981 મુજબ આ રાજ્યના મુખ્ય પ્રધાન તેમ જ તેમના પ્રધાનોએ પોતાના ખિસ્સામાંથી આવકવેરો નથી ભરવો પડતો અને દર વર્ષે રાજ્યની તિજોરીમાંથી જ એ વેરાની રકમ આવકવેરા વિભાગ સુધી પહાેંચાડવામાં આવે છે. 1981માં આ કાયદો ઘડાયેલો ત્યારે કાયદાની તરફેણમાં એવી દલીલ કરાઈ હતી કે આ રાજ્યમાં મોટા ભાગના પ્રધાનો ગરીબ પરિવારમાંથી આવતા હોય છે અને તેમની આવક નજીવી હોય છે. આ જાણકારી કાેંગ્રેસના એક નેતા અને વી. પી. સિંહના સાથીએ આપી હતી.
1981માં આ કાયદો ઘડાયેલો અને ત્યારથી અત્યાર સુધીમાં કુલ 19 મુખ્ય પ્રધાનો તથા 1,000 પ્રધાનોને આ કાયદાનો લાભ મળ્યો છે. રાજ્યના આ ચાર દાયકા દરમિયાનના મુખ્ય પ્રધાનોમાં યોગી આદિત્યનાથ તેમ જ મુલાયમ સિંહ યાદવ, અખિલેશ યાદવ, માયાવતી, કલ્યાર સિંહ, રામપ્રકાશ ગુપ્તા, રાજનાથ સિંહ, શ્રીપતિ મિશ્રા, વીર બહાદુર સિંહ તથા એન. ડી. તિવારીનો સમાવેશ છે.
ગયા નાણાકીય વર્ષ માટે રાજ્ય સરકારે પ્રધાનોના કરવેરાના ખર્ચ તરીકે પોતાની તિજોરીમાંથી 86 લાખ રુપિયા ભર્યા હતા.ચાેંકાવી નાખે એવી બીજી બાબત એ છે કે આ રાજ્યમાં શાસન ચલાવી ચૂકેલા માયાવતીએ વર્ષ 2012ની રાજ્યસભાની ચૂંટણી વખતે 111 કરોડ રુપિયાની સંપિત્ત પોતાની ઍફીડેવિટમાં જાહેર કરી હતી. બીજા ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અખિલેશ યાદવ 37 કરોડ રુપિયાની સંપિત્ત જાહેર કરી ચૂક્યા છે. 2017ની વિધાનસભાની ચૂંટણી વખતે વર્તમાન મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે પોતાની પાસે 95,98,053 રુપિયા (95.98 લાખ રુપિયા)ની સંપતિ હોવાનું જાહેર કર્યું હતું.હવે આ વિગત બહાર આવી છે ત્યારે મંત્રીઆે સ્વેચ્છાએ વેરો ભારે અને સરકારની તિજોરી ઉપરનો બોજો ઘટાડે તે આવશ્યક છે.

Comments

comments