ઉત્તરાખંડમાં વાદળ ફાટ્યુંઃ ભૂસ્ખલનથી 8ના મોત

August 29, 2018 at 10:49 am


આજે ઉત્તરાખંડમાં ટીહરી અને ધનસાલી પાસે વાદળ ફાટયાના અહેવાલો છે અને તેમાં ભેખડો નીચે દબાઈ જવાથી આઠ લોકોના મોત થયા છે. એક નાની બાળકીને બચાવી લેવામાં આવી છે. ભારે વરસાદના કારણે ઉત્તરાખંડના ટિહરીમાં એક મકાન તૂટી પડéું હતું. આ અકસ્માતમાં 3 લોકોના મોત થયા છે. મકાનના કાટમાળમાં દબાઈને 3 લોકોના મોત થયા છે. મૃતકોના શબ કાટમાળમાંથી બહાર કાઢવામાં આવ્યાં છે. કાટમાળમાં હજુ પણ 8 લોકો દટાયા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.

આ દુર્ઘટના ટિહરીના ઘનસાલીના કોટ ગામમાં થઈ છે. ઘટનાસ્થળે બચાવ અને રાહતકાર્ય જારી છે. કોટ ગામ બૂઢા કેદાર પાસે સ્થિત છે. રાહત અને બચાવ કાર્ય માટે એસડીઆરએફની ટીમ ઘટનાસ્થળે પહાેંચી ગઈ છે.

આ બાજુ ટિહરી ગઢવાલના બાલગંગા તહસીલમાં વરસાદે કેર વતાર્વ્યો છે. કોટ ગામમાં વાદળું ફાટવાના પણ અહેવાલ છે. કહેવાય છે કે આ વિસ્તારમાં પણ તબાહી મચી છે.

Comments

comments

VOTING POLL