ઉત્તર–પશ્ર્વિમ ભાજપને ફળ્યા

May 25, 2019 at 9:07 am


ભાજપે ૨૦૧૪ની સાલ પછી ફરી એકવાર ઉત્તર તથા પિમ ભારતમાં લગભગ અસંભવિત મનાતી સિદ્ધિ મેળવી છે. એણે આ રાયોમાં લોકસભાની બેઠકો પર સપાટો બોલાવ્યો છે. આ બે પ્રાન્તોનાં ઘણાં રાયોમાં ભાજપના મતોનો હિસ્સો ૫૦ ટકા કરતાં પણ વધુ રહ્યો છે.ગુજરાત, મહારાષ્ટ્ર્ર, મધ્યપ્રદેશમાં તો કેસરિયા બ્રિગેડે કમાલ કરી દીધી છે આ સિવાય ભાજપે એકલા ઉત્તર પ્રદેશમાં ૬૨ બેઠક મેળવી લીધી છે. જો કે, ૨૦૧૪ની સરખામણીએ ૧૦ બેઠક ઓછી છે પણ જે મોટા નુકસાનનો ડર હતો તે નથી રહ્યો છે સપાટો બોલાવી દીધો છે. માયા–અખિલેશના ગઠબંધનને માત્ર ૧૫ બેઠકથી સંતોષ મેળવવો પડો છે અને કોંગ્રેસની હાલત તો ૧ બેઠક સાથે ઘણી શરમજનક રહી છે.
ભાજપનો સામનો કરવા માટે યુપીમાં સપા અને બસપાએ મહાગઠબંધન બનાવ્યું હતું. છેલ્લા સમયે કોંગ્રેસ આ મહાગઠબંધનથી દૂર થઇ ગઇ અને એવું માનવામાં આવી રહ્યું હતું કે, આનો લાભ ભાજપને થશે.જોકે, ચૂંટણી પરિણામો પર નજર કરીએ તો આવું કંઇક નજરે પડતું નથી. ભલે યુપીમાં ભાજપ ગઠબંધનની સીટો ૭૨થી ઘટીને ૬૨ થઇ ગઇ પરંતુ ૫૪ સીટો અત્યારે પણ એવી છે યાં કોંગ્રેસ સાથે હોત તો પણ ભાજપ જ જીત્યું હોત. માત્ર આઠ સીટો એવી છે, યાં કોંગ્રેસનો સાથ હોવાથી સપા–બસપા ગઠબંધન જીત મેળવી શકતું હતું
ભાજપને સત્તાથી દૂર રાખવા, સપા–બસપા વચ્ચેની કડવાશ દૂર કરવા અખિલેશ યાદવે નાની નાની કિંમત ચુકવી હતી.વાસ્તવમાં તેને ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી બનવામાં રસ હતો અને આ સપનું પૂં કરવામાં માયાવતી સાથ આપશે તેવી લાલચ હતી પરંતુ લોકસભાના પરિણામોએ આ બધી ગણતરીઓ ઉંધી પડી ગઈ છે.
૨૦૧૭ની વિધાનસભાની ચૂંટણીમાં પણ અખિલેશે કોંગ્રેસ સાથે જોડાણ કરી ગઠબંધન રચવાના પ્રયાસમાં ફાળો આપ્યો હતો. જોકે, તે સમયે પણ એ ગઠબંધન કારગત નહોતું નીવડું નરેન્દ્ર મોદીના ટેકાથી યોગી આદિત્યનાથે વિધાનસભાની ચૂંટણીમાં બહત્પમતી મેળવી હતી. બધા જાણે છે કે, દિલ્હીમાં સત્તા મેળવવી હોય તો ઉત્તરપ્રદેશના માર્ગે મળી શકે છે. આ પ્રદેશમાં સૌથી વધુ બેઠક હોવાથી લોકસભામાં તેનું વજન પણ પડે છે પણ ૨૦૧૪થી ભાજપે આ રાય ઉપર મજબૂત પક્કડ જમાવી છે અને લોકસભામાં પણ વિરોધ પક્ષો ભાજપને ખાસ હલાવી શકયા નથી.

Comments

comments

VOTING POLL