ઉત્તર-પૂર્વ ભારતમાં પ્રચંડ પવનની સાથે વરસાદ થશે

April 17, 2019 at 7:24 pm


વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે સર્જાયેલી Âસ્થતિ બાદ હજુ પણ ઉત્તર ભારતના કેટલાક રાજ્યોમાં આંધી તૂફાન અને વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. હવામાન વિભાગે આગાહી કરતા કહ્યું છે કે, ઉત્તરાખંડ, પંજાબ, હરિયાણા, ચંદીગઢ, બિહાર, પશ્ચિમ બંગાળ સહિતના રાજ્યોમાં ૬૦થી ૭૦ કિલોમીટર પ્રતિકલાકની ઝડપે જારદાર પવન ફુંકાવવાની સાથે સાથે વરસાદ પડવાની આગાહી છે. હિમાચલ પ્રદેશ, ઉત્તરપ્રદેશ, પૂર્વય રાજસ્થાન, છત્તીસગઢ, મધ્યપ્રદેશ, બંગાળ, સિક્કિમ, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, દરિયા કાંઠાના કર્ણાટક, તમિળનાડુમાં પણ ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે. સાથે સાથે પ્રતિ કલાક ૪૦થી ૫૦ કિલોમીટરની ઝડપે પવન ફુંકાઈ શકે છે. ઉત્તરપ્રદેશ, પંજાબ, બિહાર માટે ચેતવણી પણ જારી કરવામાં આવી છે. જારદાર પવનની સાથે વરસાદની શક્યતા છે. ઉત્તર અને મધ્ય ભારતમાં રવિવાર બાદથી ધૂળ ભરેલી આંધી ચાલી રહી છે. ગાજવીજ સાથે વરસાદ થઇ રહ્યો છે. મંગળવારના દિવસે એકાએક હવામાનમાં પલટો આવ્યા બાદ પ્રચંડ પવન સાથે આંધી તૂફાન આવતા ભારે નુકસાન થયું છે. રાજસ્થાન, મધ્યપ્રદેશ અને ગુજરાતમાં ૩૫થી વધુ લોકોના મોત થઇ ચુક્યા છે. સેંકડો લોકો ઘાયલ થયા છે. એકલા મધ્યપ્રદેશમાં મોતનો આંકડો ૧૬થી પણ ઉપર રહ્યો છે. ગુજરાતમાં ૧૦થી વધુ અને રાજસ્થાનમાં પણ ૧૦થી વધુના મોત થઇ ચુક્યા છે. ખેડૂતોને પણ કમોસમી વરસાદના કારણે ભારે નુકસાન થયું છે. નુકસાનના આંકડાની ખાતરી કરવામાં આવી રહી છે. અલબત્ત કેન્દ્ર સરકારે વળતરની જાહેરાત કરી દીધી છે.

Comments

comments

VOTING POLL