ઉત્તર પ્રદેશમાં જમીન વિવાદમાં ખેલાયો લોહિયાળ જંગઃ 10ની હત્યા, 25થી વધુ ઘાયલ

July 18, 2019 at 10:47 am


ઉતર પ્રદેશના સોનભદ્ર જિલ્લાના ઉભભા ગામમાં સામાન્ય જમીન વિવાદ બાદ ગ્રામ પ્રધાન અને લોકો વચ્ચે થયેલા ઝઘડામાં એક જ પક્ષના 10 લોકોની હત્યા કરવામાં આવી છે. પ્રધાન પક્ષના લોકોએ લોકો પર ફાયરિંગ શરુ કરી, જેના કારણે લગભગ 25 લોકો ઘાયલ થયા છે. ઉલ્લેખનીય છે કે મૃતકોની સંખ્યા વધે તેવી શકયતા છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આ ઘટના અંગે દુખ વ્યકત કર્યું છે અને મૃતકના પરિવારજનોને વળતર આપવાની જાહેરાત પણ કરી છે.

ધોરાવલના મૂતિયાં ગ્રામ પંચાયતમાં વિવાદ બાદ ખૂબ મારા-મારી થઈ હતી અને તેમાં ડંડાથી પણ હુમલો કરવામાં આવ્યો હતો. આ વિવાદમાં 6 પુરુષ અને 3 મહિલાઆેના મોત થયા છે. પ્રાથમિક માહિતી મુજબ વિવાદમાં પડેલી જમીન માટે લાંબા સમયથી બંને પક્ષો વચ્ચે ઝધડો ચાલતો હતો.
એમ કહેવામાં આવી રહ્યું છે કે ગ્રામપ્રધાને 2 વર્ષ પહેલા 90 વીધાં જમીન ખરીદી હતી. બુધવારે ગ્રામ પ્રધાન તેમના સમર્થકોની સાથે કબજો કરવા પહાેંચ્યા હતા. લોકોએ જમીનના કબ્જા પર વિરોધ વ્યક્ત કર્યો હતો. બાદમાં પ્રધાન પક્ષે ફાયરિંગ શરુ કરી. આ ફાયરિ»ગમાં 9 લોકોના મોત થયા છે, તેમાં 4 મહિલાઆેનો પણ સમાવેશ થાય છે.એસપી સોનભદ્રની સાથે સ્થાનિક ઘટના સ્થળે પહાેંચી ચુકી છે. આ કેસમાં પોલિસે બે લોકોની ધરપકડ કરી છે. ધોરાવલ કોતવાલી ક્ષેત્રના ઉભભા ગામમાં ભારે સંખ્યામાં પોલિસ દળ છે. સાંજે ચાર વાગ્યા સુધીમાં જિલ્લા હોસ્પિટલમાં 4 મહિલાઆે સહિત 9 લોકોના શબને રવાના કરવામાં આવ્યા છે.
સોનભદ્ર નરંસહાર પર ડીજીપીએ જણાવ્યું કે આ જમીન વિવાદ પહેલેથી ચાલી રહ્યાે હતો. આ પહેલા બિહાર કેડરના એક આઈએએસ અધિકારીએ આ જમીન ખરીદી હતી, જેનો સ્થાનિક લોકોએ વિરોધ કર્યો હતો. આ મામલામાં અત્યાર સુધીમાં બે લોકોની ધરપકડ કરવામાં આવી છે. ગામમાં સર્ચ આેપરેશન પણ ચાલી રહ્યું છે. બંને ગ્રામ પ્રધાનોએ ફાયરિંગ કરાવી હોવાનું કહેવાઈ રહ્યું છે. ગ્રામ પ્રધાનના ભત્રીજાની ધરપકડ કરવામાં આવી છે.

Comments

comments

VOTING POLL