ઉનાઃ નવા બંદર ખારા વિસ્તારમાંથી 11 હજારના ગાંજા સાથે શખસ ઝડપાયો

October 12, 2018 at 12:23 pm


ગીર સોમનાથ જિલ્લાના ઉના શહેરના નવા બંદર ખારા વિસ્તારમાં એસઆેજીની ટીમે ચોક્કસ બાતમીના આધારે દરોડો પાડી એક કિલોથી વધારે રૂા.11 હજારના ગાંજા સાથે શખસને પોલીસે ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી ગાંજો પહાેંચાડનાર મહિલાની પોલીસે શોધખોળ આદરી છે.
બનાવ અંગેની પોલીસમાંથી મળતી વિગત મુજબ ગીર સોમનાથ જિલ્લા એસઆેજીના પીએસઆઈ જે.વી.ધોળા અને તેના સ્ટાફને મળેલ ચોક્કસ બાતમીના આધારે પોલીસે નવા બંદર ખારા વિસ્તારમાં રહેતા સલીમ નણઘુભાઈ ભાડેરા નામના શખસના રહેણાંક મકાનમાં દરોડો પાડતા તેના કબજામાંથી 1.894 કિલોગ્રામ ગાંજા તથા પ્લાસ્ટિકની કોથળીઆે, મીણબતી, વજન કાંટો તથા રોકડા રૂા.240 સહિત કુલ રૂા.11600નાં મુદામાલ સાથે મુિસ્લમ શખસ સલીમને પોલીસે દબોચી લીધો હતો. પોલીસ પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે, સલીમ નામનો શખસ મુળ અમદાવાદનો અને હાલ ઉના શહેરના ઉપલા રહેમનગર વિસ્તારમાં રહેતી મોહબત આશા નામની મહિલા ગાંજો સપ્લાય કરતી હતી અને સલીમ શહેરમાં છૂટક ગાંજો વેચતો હતો.
નવા બંદર પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ પીએસઆઈ આર.એન.રાજ્યગુરૂએ વધુ તપાસ હાથ ધરી સપ્લાયર મહિલાની શોધખોળ આદરી છે.

Comments

comments

VOTING POLL