ઉનામાં ઠંડાપીણાની દુકાનમાં તસ્કરો ત્રાટકયાઃ ટીવી, રોકડની ચોરી

November 7, 2019 at 11:19 am


Spread the love

ગીરગઢડા રોડ ઉપર ઉનામાં સ્યુગર ફેકટરી સામે ઠંડા પીણા, પાન, માવા, આઈસ્ક્રીમની દુકાન ધરાવતા ભાવેશભાઈ લખમણભાઈ સોલંકીની બંધ દુકાનનાં મોડી રાત્રીનાં તસ્કરોએ શટરના તાળા તોડી દુકાનમાં પ્રવેશ કરી એલઈડી કલર ટીવી, સોડા બોટોલો 20,000 રોકડા મળી રૂા.30 હજારની ચોરી કરી qફ્રઝમાં રાખેલ આઈસ્ક્રીમનું બોકસ લઈ 100 મીટર દુર મેદાનમાં આઈસ્ક્રીમ ખાઈ નાસી ગયાની જાણ ઉના પોલીસમાં કરી છે.
ઉનામાં તસ્કરો માથુ ઉચકતા હોય પોલીસે રાત્રી પેટ્રાેલિંગ કડક બનાવવા માગણી ઉઠી છે. તપાસ પીએસઆઈ રાજ્યગુરૂ ચલાવી રહ્યા છે.