ઉનામાં પેરોલ બાદ ભાગતો ફરતો ખૂનનો આરોપી ઝડપાયો

August 11, 2018 at 12:00 pm


.ગીર સોમનાથ જિલ્લાનાં પોલીસવડા રાહુલ ત્રિપાઠીની સૂચનાથી દરેક પ્રકારના ગુનાના ફરાર આરોપીને પકડવા જિલ્લા એસઆેજીનાં તથા એલસીબી પોલીસ ઈન્સ. જે.ની.ધોળાના માર્ગદર્શન હેઠળ હેડકોન્સ. સરમણભાઈ સોલંકી, લાલજીભાઈ બાંભણીયા, આઈ.બી. બાનવા, સુભાષભાઈ ચાવડા, ભુશભાઈ બાબરીયાએ ચોક્કસ માહિતીના આધારે ઉના પોલીસ સ્ટેશન હેઠળ નાેંધાયેલ ગુનામાં પકડાયેલ આરોપી કિશોર ઉર્ફે સલીમ લાલજી પૈડા રે.ઉના રાજકોટ મધ્યસ્થ જેલમાંથી ફર્લો રજા ઉપર આવી હાજર થવાને બદલે ફરાર હોય ઉનામાં હોવાની બાતમી મળતા ઉનાનાં વરસીગપુર રોડ ઉપર સ્વામી મંદિર પાસે અજુર્ન કોમ્પ્લેકસ પાસે આ શખસ ઉભો હોય દબોચી અને રાજકોટ મધ્યસ્થ જેલમાં મોકલી આપવા તજવીજ હાથ ધરી છે.

પ્રાેહિબિશન ગુનાનો ભાગેડુ ઝડપાયો

જયારે આઈ.જી.નો આર.આર.એમનાં હેડ કોન્સ્ટેબલ મુકેશભાઈ પટેલ, ભરતભા, રબારી ગોવિંદભાઈએ 2017-18નાં મોટા વિદેશી દારૂનાં જથ્થો પકડેલ તેનો આરોપી ચંદુ કેસરભાઈ ઝકાડાર રે.અંજર) દેલવાડા પાસેથી પકડી પાડેલ હતો અને 6 માસ પહેલા વિદેશી દારૂના ગુનાનાં ફરાર આરોપી હરદેવસિંહ રાઠોડ રે.રાજપુત રાજપરા તા.ઉનાવાળાને પણ દેલવાડા ગામ પાસેથી પકડી પાડી ઉના પોલીસને સોપી કામગીરી કરી હતી.

Comments

comments

VOTING POLL