ઉનાળામાં આ પદ્ધતિથી વાળ ધોવાની રાખો આદત… વાળ રહેશે ચમકદાર

April 13, 2018 at 7:35 pm


ઉનાળામાં ગરમીના કારણે વાળની સમસ્યાએ વધી જતી હોય છે. આ સમસ્યાઓથી છૂટકારો હેરસ્પાથી મળી શકે છે. વાળની જુદી જુદી સમસ્યાઓ દૂર કરવાનો રામબાણ ઈલાજ છે હેર સ્પા. હેર સ્પામાં હેડ મસાજ , શેમ્પૂ, હેરમાસ્ક અને કન્ડિશનિંગ કરવામાં આવે છે. આ પ્રકારની ટ્રીટમેન્ટથી ડેમેજ થયેલા વાળ સિલ્કી બને છે અને તેમાં ચમક આવી જાય છે. આ બધું જ કરવામાં વધારે સમય પણ લાગતો નથી.

રોજ જે રીતે વાળ ધોતાં હોય તે રીતે વાળ ધોઈ લેવા અને પછી ડીપ કન્ડિશનિંગ કરવું. પરંતુ સ્પા માટે વાળ ધોતાં પહેલાં તેલથી વાળના મૂળમાં મસાજ કરવી જરૂરી છે. તેલ લગાવી મસાજ કર્યા બાદ ગરમ પાણીમાં ટોવેલ બોળી વાળમાં બાંધી રાખવું. આ રીતે વાળને સ્ટીમ મળશે. આ કામ કર્યા પછી વાળ ધોઈ લેવા અને કન્ડિશનર કરવું. જો દર પંદર દિવસે આટલું કરવામાં આવે તો વાળ હેલ્ધી, યંગ, સિલ્કી અને સ્મૂધ રહેશે.

Comments

comments

VOTING POLL