ઉપલેટાઃ લોકસભાની ચૂંટણી પહેલાં સવર્ણોને અનામતનો લાભ મળે તો આવકારદાયકઃ રેશ્મા પટેલ

January 8, 2019 at 10:43 am


છેલ્લા સાડા ત્રણ વર્ષથી પાટીદાર સમાજ દ્વારા સમાજને અનામતનો લાભ મળે તે માટે આંદોલન ચાલી રહ્યું છે ત્યારે કેન્દ્રની ભાજપ સરકારે સવર્ણોને દસ ટકા અનામત આપવાની વાત કરેલ તે પ્રદેશ મહિલા ભાજપના તેજાબી વકતા રેશ્મા પટેલે આવકારેલ પણ જો આયોજનના અમલ 2019ની ચૂંટણી પછી થાય તો તાયફા સમાન બની રહેશે.
એક સમયે પાસના સર્વસવાર્ અને પાછળથી સમાજને અનામત અને આંદોલનમાં માર્યા ગયેલા પાટીદાર સમાજની વિધવાઆેને નોકરી અને આિથર્ક સહાય સહિત બાબતો ધ્યાનમાં રાખી ભાજપમાં ભળેલા રેશ્મા પટેલે ગઈકાલે કેન્દ્રની ભાજપ સરકારે સવર્ણોને 10 ટકા અનામત આપવાની વાત કરેલ તે સમગ્ર સવર્ણ સમાજ માટે ગૌરવની વાત છે અને આ આયોજનને આવકારદાયક છે. રેશ્મા પટેલે સ્પષ્ટતા કરતાં જણાવેલ કે સમાજ દ્વારા છેલ્લા સાડાત્રણ વર્ષ થયા પાટીદાર સમાજને અનામતનો લાભ મળે તે માટે આંદોલન ચલાવવામાં આવે છે. આ આંદોલન દરમિયાન 14 પાટીદાર યુવાનો શહીદ થયેલ અને અનેક પાટીદાર સમાજની બહેન-દીકરીઆે પર પોલીસે જુલમ ગુજારેલ તેની વેદના આજે પણ સમાજ ભૂલ્યો નથી પણ ગઈકાલની સવર્ણોને 10 ટકા અનામત જાહેરાત જો 2019ની લોકસભાની ચૂંટણી પહેલાં તેનો લાભ સવર્ણો સમાજને મળવા લાગે તો આ યોજના આવકારવાદાયક છે. સવર્ણો સમાજને મોટો ફાયદો છે પણ 2019મી લોકસભાની ચૂંટણી પછી આનો અમલ થાય તો આ યોજના તાયફા સમાન ગણાવતા રેસશ્મા પટેલે જણાવેલ કે 2017માં પણ રાજ્યની ભાજપ સરકારે ઈબીસી અનામત આપેલ જે પાછળથી કોર્ટ મેટર થતાં રાજ્ય સરકારે પારોઢના પગલાં ભરવા પડયા અને પાટીદાર સમૂદાય સહિતના લોકોને આ યોજના લોલીપોપ સમાન લાગેલ ત્યારે ગઈકાલે જે કેન્દ્ર સરકારે 10 ટકા અનામત આપવાની વાત કરેલ તે ખરેખર લાભદાક સમાન છે.
ગઈકાલની અનામતની જાહેરાતનો અમલ 2019ની લોકસભાની ચૂંટણી પહેલાં થાય તો પ્રજાને વિશ્વાસ આવે કે આ યોજના ખણેખર સાચી છે પછી અમલ કરવાની વાત હોય તો ચદસ ટકા અનામતનો કોઈ અથર્ રહેતો નથી તેમ પ્રદેશ ભાજપના મહિલા અગ્રણી રેશ્મા પટેલે જણાવેલ હતું.

Comments

comments

VOTING POLL