ઉપલેટામાં જાહેરમાં નોટ નંબરનો જુગાર રમતા બે શખસો ઝડપાયા

September 11, 2018 at 12:12 pm


ઉપલેટાના મોજ નદી પાસે આવેલ સોમનાથ મહાદેવ મંદિરના પટ્ટમાં ચાલતા નોટ વડે નંબરનો જુગાર રમતા બે શખસોને પોલીસે ઝડપી લઈ તેની પાસેથી 18840ની રોકડ કબજે કરી વધુ કાર્યવાહી કરી છે.

પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ ઉપલેટામાં આવેલ મોજ નદીના પટ્ટમાં સોમનાથ મંદિરના પટ્ટમાં જાહેરમાં ચલણી નોટ પર નંબરીનો જુગાર રમતો મનીષ ભરત માત્રાવડીયા અને હરસુખ રવજી સોજીત્રાને ઉપલેટા પોલીસે ઝડપી લઈ તેની પાસેથી 18840ની રોકડ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.

Comments

comments

VOTING POLL