ઉપલેટામાં ધારાસભ્ય લલિત વસોયાએ પરિવારજનો સાથે પતંગના પેચ લગાવ્યાં

January 15, 2019 at 11:54 am


ઉપલેટાઃ ગઈકાલે મકરસંક્રાંતિના દિવસે માનવી શોખ માટે પતંગ ચગાવતો હોય છે ત્યારે ગઈકાલે પાસના પૂર્વ નેતા અને ઉપલેટાના ધારાસભ્ય લલિતભાઈ વસોયાએ પત્ની, પુત્ર, પુત્રવધૂ, પ્રાૈત્રી સાથે પતંગ ચગાવ્યો હતો. જયારે પાસના મહિલા પૂર્વ નેતા અને હાલ ભાજપને ભારે પડી રહેલાં મહિલા અગ્રણી રેશ્મા પટેલે પણ સંક્રાંતના દિવસે પતંગની સાથે અગાસી ઉપર ઉંધીયાની મોજમાણી હતી. લલિત વસોયા પોરબંદર બેઠક ઉપર પોતાનો પતંગ ઉડાવવા પુરો જુસ્સો ધરાવે છે. જયારે રેશ્મા પટેલ સૌરાષ્ટ્રમાં કોઈ એક લોકસભાની બેઠકમાં ભાજપની ઉંઘ ઉઘાડવા સાથે પતંગ ચગાવી રહ્યાં છે તેવું ગઈકાલના બન્નેના પતંગ ઉત્સવ દરમિયાન દેખાઈ આવ્યું હતું. (તસવીર ઃ ભરત રાણપરીયા)

Comments

comments

VOTING POLL