ઉપલેટામાં પૂર્વ નગરસેવક આત્મવિલોપન કરે તે પૂર્વે જ પોલીસે ઉઠાવી લીધા

May 25, 2019 at 11:16 am


ઉપલેટામાં જિલ્લા પોસની વિવિધ બ્રાન્ચ તેમજ સ્થાનિક પોલીસના ત્રાસના કારણે પૂર્વ નગરસેવક આજે આત્મવિલોપન કરી જશે તેવો પત્ર વિવિધ મંત્રાલયોમાં લખતાતત્રં સફાળુ જાગી ગયું હતું અને પૂર્વ નગરસેવકને વહેલી સવારે તેમના નિવાસસ્થાનેથી ઉઠાવી ગઈ હતી.
પૂર્વ નગરસેવક રજાકભાઈ ઓસમાણભાઈ હિંગોરાએ ખોટી રીતે ફીટ કરી માનસિક–શારીરિક ત્રાસ આપતી હોય તેવા પત્રો મુખ્યમંત્રી, ગૃહ રાય મંત્રી સહિતનાઓને લખી આ પત્રમાં તેઓએ ઉપલેટામાં વિવિધ જગ્યાએ વરલી મટકાના ધંધા પોલીસની મીઠી નજર નીચે ચાલે છેતેને કેમ પોલીસ કોઈ કાર્યવાહી કરતી નથી.
ઉચ્ચ અધિકારીઓ દ્રારા કેમ પગલા લેવાતા નથી જો કોઈ વરલી મટકાના ધંધાર્થી પકડાય તો તેની પાસે ખોટી રીતે મારૂ નામ બોલાવી મારી ઉપર ૧૫ જેટલા ખોટા કેસ કરી ત્રાસ આપે છે આવી અનેક રજૂઆતો પત્રમાં કરવામાં આવી છે ત્યારે પૂર્વ નગરસેવક રજાકભા, હિંગોરા આત્મવિલોપનની આપેલી ધમકીને પગલે સ્થાનિક પોલીસ હરકતમાં આવી ગઈ હતી. પોલીસ સ્ટાફે પૂર્વ નગર સેવક રજાકભાઈ હિંગોરાની વહેલી સવારે તેના ઘર પાસેથી અટકાયત કરી મેજિસ્ટર સમક્ષ રજુ કરતા ત્યાં શરતી જામીન ઉપર મુકત કરવામાં આવેલ હતા.

Comments

comments

VOTING POLL