ઉપલેટા આંશિક બંધ

September 10, 2018 at 12:49 pm


આજે અપાયેલા અખિલ ભારતીય રાષ્ટ્રીય કાેંગ્રેસ દ્વારા બંધના એલાનને હળવો પ્રતિસાદ મળેલ છે. અમુક દુકાનો બંધમાં જોડાઈ જ્યારે અમુક દુકાનો ખુંી રહેવા પામી છે. ગઈકાલે ઉપલેટા કાેંગ્રેસ સમિતિ દ્વારા ગામના વેપારીઆે અને ચેમ્બર આેફ કોમર્સ સહિતની સંસ્થાને કેન્દ્રની ભાજપ સરકારે પેટ્રાેલ-ડીઝલ સહિત ચીજોના રાક્ષસી ભાવ વધારા સામે બંધમાં જોડાવા અપીલ કરી હતી. આજે સવારે શહેરના કાેંગ્રેસ પક્ષના આગેવાનો સવારે બસ સ્ટેન્ડ ચોકમાં એકત્ર થઈ બંધમાં જોડાવા વેપારીઆેને અપીલ કરી રહ્યા હતા ત્યારે પોલીસે કાેંગ્રેસના કાર્યકરોની અટકાયત કરી પોલીસ સ્ટેશને લઈ જઈ છોડી મુકયા હતા. શહેરમાં ગÎયાગાંઠયા વિસ્તારમાં બંધની અસરો જોવા મળી હતી. જ્યારે બાવલા ચોક, બસ સ્ટેન્ડ ચોક, ભાદર રોડ, ગાંધી ચોક, નટવર રોડ સહિતના વિસ્તારો ખુલ્લા રહેવા પામ્યા હતા.

Comments

comments

VOTING POLL