ઉપલેટા: રેશ્મા પટેલ પર થયેલા હુમલાને વખોડતાં પાસ મહિલા ક્ધવીનર રેખા સિણોજીયા

April 20, 2019 at 11:06 am


માણાવદર ધારાસભા બેઠક ઉપર એનસીપીના ઉમેદવાર રેશ્મા પટેલ ઉપર થયેલા હુમલાને સૌરાષ્ટ્ર પાસ મહિલા ક્ધવીનર રેખા સિણોજીયાએ વખોડી જવાબદારો સામે કાર્યવાહી કરવા કડક માગ કરી છે. રેખાબેન સિણોજીયાએ જણાવેલ કે ગઈકાલે વંથલી ગામે વોર્ડ નં.1માં ધારાસભા બેઠક એનસીપીના ઉમેદવારે રેશ્માબેન પટેલ પોતાના કાર્યકરો સાથે પ્રચાર કરી રહ્યા હતા ત્યારે અમુક શખસોએ મહિલા ઉમેદવાર પર હુમલો કરી માણસોને લઈ આવું છું, તને મારી નાખવી છે તેવી ધમકી આપી હતી. અહીં પ્રચાર કરવો નહીં તેમ કહી ગાળોનો વરસાદ વરસાવેલ હતો. આવા શખસોની સામે પગલાં લેવાને બદલે પોલીસે ફરિયાદ પણ ન લીધી હોવાનો આક્ષેપ કર્યો હતો.

Comments

comments