ઉપવાસ પર ઉતરેલા હાદિર્ક પટેલે અન્નની સાથે આજથી જળનો પણ ત્યાગ કરતા સરકારમાં ફફડાટ

August 30, 2018 at 11:19 am


પાટીદાર સમાજ માટે અનામતની માંગણી સાથે તથા ખેડૂતોના પ્રશ્નો માટે આમરણાંત ઉપવાસ પર ઉતરેલા હાદિર્ક પટેલનું આજે છઠ્ઠા દિવસે સ્વાસ્થ્ય કથળ્યું હોવા છતાં હાદિર્કે અન્નની સાથે આજથી જળનો પણ ત્યાગ કરતા રાજ્ય સરકારમાં ચિંતાના વાદળો ઘેરાયા છે. અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલના તબીબોએ હાદિર્ક પટેલનતબીબી ચકાસણી કાર્ય બાદ તેના સતત કથળી રહેલા સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને હોસ્પિટલમાં દાખલ થવાની સલાહ આપી હતી પરંતુ હાદિર્ક પટેલે હોસ્પિટલમાં ધાખલ થવાનો ધરાર ઇન્કાર કરી દેતા અને ઉલ્ટાનું આજથી જળનો પણ ત્યાગ કરી દેતા પરિસ્થિતિ વધી કપરી બની છે. એક તરફ હાદિર્ક પટેલની જીદ સામે રાજ્ય સરકાર ઝૂકવા તૈયાર નથી અને બીજી તરફ લોખંડી અને આક્રમકઃ મનોબળ ધરાવતા હાદિર્ક પટેલે અન્નની સાથે આજથી જળનો પણ ત્યાગ કરી દીધો હોવાથી સરકારની ચિંતામાં ભારે વધારો થયો છે અને રાજ્યના ગૃહ વિભાગના નિર્દેશ મુજબ પોલીસ હાદિર્ક પટેલને ગમે ઉપવાસ સ્થળ પરથી ઉપાડી પરાણે હોસ્પિટલમાં ધાખલ કરી દેશે તેવી શક્યતાઆેને નકારી શકતી નથી.

અત્રે એ ઉલ્લેખનીય છે કે હાદિર્ક પટેલ ઉપવાસના છઠા દિવસે આજે હાદિર્ક પટેલની તબિયત વધુ નાજુક બની હતી.તેને યુરિન ઇન્ફેકશન ઉપરાંત શારીરિક નબળાઈ હોવાથી તે હવે વધુ બોલી ચાલી પણ શકતો નથી. હાદિર્કની જીØ અને આજથી જળનો પણ ત્યાગ કરી દેવાથી રાજ્ય સરકાર હરકતમાં આવી છે અને હાદિર્કપટેલના સ્વાસ્થ્યને લઇ ભારે ગંભીર બની છે. રાજ્યમાં ફરી અશાંતિ ના સજાર્ય તે માટે તકેદારીના સઘન પગલાં ભરવામાં આવી રહ્યા છે .

Comments

comments