ઉફ્…મેસેજ આવતો નથી કે જતો નથી !ઃ દુનિયાભરનું વોટસએપ થયું’તું ઠપ્પ

January 23, 2019 at 11:15 am


પોપ્યુલર મેસેજિંગ એપ વોટસએપ ગત રાત્રે ભારત સહિત દુનિયાભરમાં ઠપ્પ થઈ જતાં યુઝર્સ અકળાઈ ઉઠયા હતા. દુનિયાભરના યુઝર્સને એપમાં લોગઈન કરવા અને મેસેજ મોકલવામાં અડચણો આવી હતી. વોટસએપના લાખો યુઝર્સને એપ લોડિ»ગ સાથે જોડાયેલી મુશ્કેલી પડી હતી. જ્યારે અનેક યુઝર્સને ન તો મેસેજ મળી રહ્યા હતા કે ન તો તેઆે કોઈ મેસેજ મોકલી શકતા હતા. તમામ પ્રકારની ડિઝિટલ સવિર્સમાં આવતી અડચણોને ટ્રેક કરનારી ડાઉનડિટેક્ટરના જણાવ્યા મુજબ દુનિયાભરમાં એન્ડ્રાેઈડ અને આઈઆેએસ બન્ને યુઝર્સને આ મુશ્કેલીની અસર પડી હતી.

ઉત્તરી અમેરિકા, દક્ષિણ અમેરિકા, યુરોપ અને ભારત સહિત દુનિયાભરના યુઝર્સે વોટસએપ ડાઉન થવાની ફરિયાદ કરી હતી. પ્રભાવિત યુઝર્સમાં અંદાજે 59 ટકા લોકોને કનેક્શન ઈશ્યુનો સામનો કરવો પડયો હતો. જ્યારે 22 ટકા વોટસએપ યુઝર્સને મેસેજ રિસિવ કરવામાં અડચણ આવી હતી. જો કે આ પ્રાેબ્લેમનો સામનો તમામ યુઝર્સે કરવો પડયો નહોતો. લોકોએ વોટસએપ ડાઉન થવા સાથે જોડાયેલા મામલાની ફરિયાદ ટવીટર પર અપલોડ કરી હતી.

આ પહેલાં નવેમ્બર-2018માં દુનિયાભરનું વોટસએપ ડાઉન થયું હતું. વોટસએપ ડાઉન થવાનો મામલો એક મોટા પગલાં ઉઠાવાયાના એક દિવસ બાદ આવ્યો હતો જેમાં મેસેજિંગ એપે દુનિયાભરના યુઝર્સ માટે કોઈ પણ મેસેજ ફોરવર્ડ કરવાની મર્યાદા પાંચની કરી હતી. ભારતમાં આ લિમિટને છ મહિના પહેલાં લાગુ કરાઈ હતી જ્યારે હવે તે દુનિયાભરના યુઝર્સ માટે લાગુ કરી દેવાઈ છે.

Comments

comments

VOTING POLL