ઉરી આર્મી કેમ્પ પાસે આતંકી હુમલોઃ 3થી 4 શંકાસ્પદ શખસો ઉપર ફાયરિંગ

February 11, 2019 at 11:02 am


જમ્મુ-કાશ્મીરના ઉરીમાં હાલ આર્મી કેમ્પની પાસે શંકાસ્પદ ગતિવિધિ જોવા મળી છે. અહી લાઇન આેફ કંટ્રાેલની પાસે હાજર મોહરા કેમ્પમાં કેટલાંક શંકાસ્પદ દેખાયા. પોલીસનું કહેવું છે કે આજે સવારથી આર્મી યુનિટે કેટલાંક શંકાસ્પદોને જોયા, ત્યારબાદ સુરક્ષાબળોએ આેપન ફાયરિ»ગ કર્યું. શંકાસ્પદ ગતિવિધિને જોતા આખા વિસ્તારને ઘેરી લેવામાં આવ્યો છે અને સર્ચ આેપરેશન ચાલુ છે.

પોલીસનું માનીએ તો તેમણે સવારે અંદાજે ત્રણ વાગ્યે બે લોકોને જોયા હતા. ફાયરિ»ગના કારણે કેટલાંક લોકો ઘાયલ થયા હોઇ શકે છે. પરંતુ હજુ સુધી કોઇ ડેડબોડી મળી નથી. પોલીસે હજુ સુધી કોઇપણ હુમલાની પુિષ્ટ કરી નથી.

આ પહેલાં ઉરી કેમ્પ પર મોટો આંતકી હુમલો થયો હતો, જે બાદથી સિક્યોરિટી ફોર્સની બાજ નજર રહેતી હોય છે અને કોઈપણ સંદિગ્ધ પ્રવૃતિઆેને જોતાં જ સુરક્ષાદળના જવાનો એલર્ટ થઈ જાય છે. 18-19 સપ્ટેમ્બરે ઉરીના આર્મી કેમ્પમાં પાકિસ્તાનથી આવેલાં જૈશ-એ-મોહમ્મદના આતંકીઆેએ હુમલો કર્યો હતો. દગાથી કરેલાં હુમલાને કારણે 19 જેટલાં જવાનો શહીદ થયા હતા. આ હુમલામાં આતંકીઆે પણ ઠાર થયા પરંતુ પાકિસ્તાનની પોલ ખુલી ગઈ હતી. જે બાદ ભારતે જવાનોની શહાદતનો બદલો લેતાં માં આવેલાં આતંકી કેમ્પ પર સર્જિકલ સ્ટ્રાઈક કરી હતી.

Comments

comments

VOTING POLL