ઊજI હોસ્પિટલમાં મનપાના દરોડાઃ મચ્છરનું બ્રિડિગ મળ્યું

September 12, 2018 at 3:31 pm


રાજકોટ શહેરના વોર્ડ નં.15માં દૂધસાગર રોડ પર આવેલી કામદાર વીમા યોજનાની કચેરીમાં આજે મહાપાલિકાની આરોગ્ય શાખા અને મેલેરિયા શાખાએ દરોડા કાર્યવાહી હાથ ધરતાં ઈએસઆઈની જનરલ હોસ્પિટલમાંથી ડેંગ્યુ ફેલાવતાં એડીસ મચ્છરના લારવાનું બેફામ બ્રિડિ»ગ ચોમેર નજરે પડયું હતું જે નિહાળી આરોગ્ય સ્ટાફ પણ ચાેંકી ઉઠયો હતો જ્યાં આગળ દદ}આેને સારવાર આપવાનું અને નિદાન કરવાનું કામ થાય છે તેવી હોસ્પિટલમાં જ મચ્છરના લારવા મળતાં ત્યાં આગળ જતાં દદ}આે સાજા થવાના બદલે બીમારી લઈને ઘરે પરત ફરે તેવા દ્રશ્યો નજરે પડયા હતા.

વધુમાં ડેપ્યુટી હેલ્થ આેફિસર ડો.પી.પી.રાઠોડે વિગતો જાહેર કરતાં જણાવ્યું હતું કે, (1) રાજકોટ ડેરીમાં અલ્ટરેશન ટેન્કની પાસેના ટાયરમાં, ઈટીપી ટેન્કની વેસ્ટ વોટરમાં, ઈટીપી ટેન્કની પાછળના ત્રણ હોજમાં, ફેર રિમૂવલ યુનિટના ત્રણ બેરલમાં, ડીઝલ પંપના ભંગારમાં ચાર જગ્યાએ, મિલ્ક યુનિટમાં ત્રણ જગ્યાએ, સેકન્ડર પેનલમાં વેસ્ટ વોટરમાં, મુખ્ય આેફિસના એ.સી. પાસે જમા થતાં પાણીમાં, પાણી ભરેલા ફુલછોડના કુંડામાં, સિક્યુરિટી બેરેકના છ ખુંી ટાંકીમાં મળી કુલ 28 સ્થળોએ મચ્છરના પોરા મળી આવ્યા હતાં. (2) જીઈબી આેફિસ, દૂધસાગર રોડ પર 66 કેવી કંટ્રાેલ આેફિસ ખાતે ટાયરમાં, સિમેન્ટ ટાંકીમાં, હોટલાઈન જેટકો આેફિસ આગળ ટાયરમાં, સબ સ્ટેશન વિભાગના ભંગાર મીટર તથા ટાયરમાં, જીઈબી પોલીસ સ્ટેશનમાં અગસી પરની ટાંકીમાં, પક્ષીકુંજમાં, જીઈબી પ્રિમાઈસીસના મુખ્ય ગેટ પાસે બેરલમાં, સિમેન્ટ કુંડીમાં, નાંદમાં, મીટર ટેસ્ટીગ લેબ સામેની નાંદમાં, વીજ ગ્રાહક સુવિધા કેન્દ્ર પાસેના ટાયરમાં, યુરિનલ પાસે મીટર બોક્સમાં તથા પાણીની ટાંકીમાં, નવા પાવર હાઉસ લેબની

પાણીની નાંદમાં તથા વેસ્ટેજ મીટરના ઢાંકણામાં વગેરે સ્થળોએ મળી કુલ 49 સ્થળોએ મચ્છરના પોરા મળી આવ્યા હતા. (3) એસ.ટી.વર્કશોપ પ્રિમાઈસીસમાં ખુલ્લા પડેલ 3000 ટાયરોમાં, મિકેનિક વિભાગની બહાર પડેલ ટાયરોમાં, ખુલ્લી સિન્ટેક્સ ટાંકી અને બેરલ, પક્ષીકુંજ તથા ખુંી ડ્રેનેજ લાઈન મળી કુલ 6 સ્થળોએ મચ્છરના પોરા મળી આવ્યા હતા. (4) દૂધસાગર રોડ પર કામદાર વીમા યોજનાની હોસ્પિટલની અગાસીની છત પર આવેલ ત્રણ સિન્ટેક્સ ટાંકી, અગાસીમાં જમા થયેલ પાણી તથા પ્રિમાઈસીસમાં પડેલા ત્રણ પક્ષીકુંજ મળી કુલ 7 સ્થળોએ મચ્છરના પોરા મળી આવ્યા હતા.

Comments

comments

VOTING POLL