ઋત્વિક રોશનની ‘સુપર ૩૦’એ વિદેશમાં પણ મેળવી લોકચાહના….

August 5, 2019 at 11:03 am


ઋત્વિક રોશનની સ્ટારર ફિલ્મ ‘સુપર ૩૦’ ભારત દેશમાં તો ધૂમ મચાવી રહી છે. પરંતુ સાથે આ ફિલ્મને વિદેશોમાં પણ સારો રિસ્પોન્સ મળી રહ્યો છે. ‘સુપર ૩૦’એ આખા દેશમાં ૧૦૦કરોડથી પણ વધુ કમાણી કરી છે અને આ ફિલ્મ ૧૫૦ કરોડના ક્લબમાં પણ સામેલ થવાની દોડમાં છે. તે ઉપરાંત વિદેશોમાં પણ ફિલ્મનું ત્રણ વીકનું કલેક્શન રિલીઝ થઈ ગયું છે. એક એનાલિસ્ટ દ્વારા ટ્વીટ કરતા જણાવવામાં આવ્યું હતું કે, ‘સુપર ૩૦’ને ૩ હપ્તામાં ઈન્ટરનેશનલ માર્કેટથી ૫ મિલિયન ડોલર્સથી પણ વધુ કમાણી કરી લીધી છે. અત્યારસુધી આ ફિલ્મે આશરે ૫.૦૨૮ મિલિયન એટલે કે ૩૫.૦૫ કરોડની કમાણી કરી ચૂકી છે. આ ફિલ્મની કમાણીમાં સૌથી વધુ ફાળો અમેરિકા, કેનેડા અને યુએઈનો રહ્યો છે. ફિલ્મની વાત કરીએ તો, આ ફિલ્મ બિહારના આનંદ કુમારની બાયોપિક છે, જે ‘સુપર ૩૦’ નામની એક કોચિંગ સંસ્થા ચલાવે છે. ‘સુપર ૩૦’માં આર્થિક રૂપથી કમજોર બાળકોને IITની એન્ટ્રેસ એક્ઝામ માટે તૈયાર કરવામાં આવે છે. ‘સુપર ૩૦’ની સ્ટોરી આનંદ કુમારની સ્ટ્રગલ વિશેની છે. આ ફિલ્મ વિકાસ બહલે દ્વારા ડાયરેક્ટ કરવામાં આવી છે. ઋત્વિક રોશને આ ફિલ્મમાં આનંદ કુમારની ભૂમિકા કરી છે. તેમજ પોલિટિકલ લીડર્સે ફિલ્મના વખાણ કર્યા છે. ફિલ્મને બિહાર, રાજસ્થાન, દિલ્લી, ગુજરાત, અને યુપીમાં ટેક્સ ફ્રી જાહેર કરવામાં આવી છે. લોકોએ ‘સુપર ૩૦’નો પ્લોટ ઘણો પસંદ આવી રહ્યો છે. જોકે ફિલ્મે રિલીઝના પહેલા વીકમાં જ ૭૫.૮૫ કરોડની કમાણી કરી હતી. અને બીજા વીકમાં ૩૭.૮૬ કરોડ તેમજ ત્રીજા હપ્તામાં ૧૭.૯૪ કરોડની કમાણી કરી છે.

Comments

comments

VOTING POLL