એએસઆઈની હત્યા અને કોન્સ્ટેબલના આપઘાત પ્રકરણમાં સાંયોગિક પુરાવા મેળવતી પોલીસ

July 13, 2019 at 11:13 am


રાજકોટના કાલાવડ રોડ પર આવેલા ગુજરાત હાઉસિંગ બોર્ડ કવાર્ટરમાં યુનિવસિર્ટી પોલીસ મથકમાં ફરજ બજાવતાં મહિલા એએસઆઈ ખુશ્બુ કાનાબાર અને કોન્સ્ટેબલ રવિરાજસિંહ જાડેજા વચ્ચેના પ્રેમ સંબંધમાં ખૂની ખેલ ખેલાયો હોય જેમાં ખુશ્બુ કાનાબારની સવિર્સ પિસ્તોલમાંથી હત્યા કર્યા બાદ રવિરાજસિંહે આપઘાત કરી લીધાની થિયરી ઉપર તપાસ કેન્દ્રીત કરાઈ છે.
આ બનાવમાં પોલીસ સાંયોગિક પુરાવાઆે અને એફએસએલના અભિપ્રાય બાદ ગુનો નાેંધશે. રહસ્યના આંટા-પાટાં સર્જતા આ બનાવમાં સાથી એએસઆઈ વિવેક કુછડિયાની પિસ્તોલ પણ ખુશ્બુના ઘરેથી મળી હોય પોલીસ આ ઘટનાના રહસ્યને શોધવા તપાસ ચલાવી રહી છે. જેમાં પોલીસે બિલ્ડિંગ સીસીટીવી ફૂટેજ મેળવ્યા છે. સાથે સાથે ખુશ્બુ અને રવિરાજસિંહના કોલ ડિટેઈલ અને વોટસએપ ચેટ અંગેની વિગતો મેળવી રહી છે.

પરિણીત રવિરાજસિંહ અને ખુશ્બુ વચ્ચેના પ્રેમ સંબંધમાં એવું તે શું બન્યું કે, વાત હત્યા અને આપઘાત સુધી પહાેંચી પોલીસ અલગ અલગ થિયરી ઉપર તપાસ ચલાવી રહી છે.

Comments

comments