એકતાની વધુ એક કોમેડી વેબ સિરિઝે ટેલિવુડમાં મચાવી ધમાલ

November 2, 2018 at 7:50 pm


ટેલિવીઝન ક્ષેત્રે જેમના નામની ચર્ચા ચારોતરફ ચાલી રહી છે તેવી લોકોની ફેંમસ પ્રોડ્યુસર એકતા કપૂર ફરી એક જોરદાર કોમેડી વેબ સિરીઝ લઈને આવી રહી છે જેનું નામ છે, ‘બેબી કમ ના’………

મળતી માહિતી મુજબ, એકતા કપૂરે આ વેબ સિરીઝમાં કામ કરનાર તમામ કલાકારો માટે ખાસ સ્ક્રિનીંગની વ્યવસ્થા કરવામાં આવી હતી…..આ વેબ સિરિઝમાં શ્રેયસ તાલપડે, ચંકી પાંડે, કીકુ સારદા, અને શૈફાલી ઝરીવાલા ઉપરાંત બીજા ધણાં કલાકારો પણ ચમકી રહ્યા છે….અને પોતાનું ટેલેન્ટ પિરસી રહ્યા છે…

શૈફાલીએ આ વેબ સિરિઝને લઈ જણાવ્યું હતું કે, મને આ સિરિઝની સ્ક્રીપ્ટ મળી ત્યારે વાંચીને હું ખુશ થઈ હતી કે આટલી સારી કોમેડી સિરિઝ મારે હાથ લાગી છે અને એકસાઈટમેન્ટમાં તરત જ મેં એકતાને સિરિઝ કરવા માટે મારો હકારાત્મક પ્રત્યુત્તર આપ્યો હતો…તો આજ વેબ સિરિઝના એક કેરેકટર એવા શ્રેયસે પોતાના રોલની વાત કરતા જણાવ્યું હતું કે, એક સાથે બે બે યુવતીઓને પટાવતા યુવકનો રોલ હું કરી રહ્યો છું. જે પ્રકારનો રોલ મારા ભાગે પહેલીવાર કરવાનો આવ્યો છે..

વેબસિરિઝમાં લોકોને કામ કરવાની સાથે જોવાની પણ મજા પડે છે, તેમાં પણ કોમેડી સિરિઝની તો મજા અનેરી છે….અને આ પ્લેટફોર્મ વિશ્વવ્યાપી હોવાથી તમામ લોકો કામ પ્રત્યે પણ આકર્ષાય છે….એમાં પણ સર્જકોની સર્જનતામાં એકતા કપૂર જેવા સર્જનહારનું નામ હોય તો કંઈ પણ વિચાર્યા વગર કલાકારો સિરિઝ કરવા પ્રત્યે ઉત્સુક હોય છે.

Comments

comments

VOTING POLL