એક્શન હીરો અક્ષય કુમારની ફિલ્મ ‘મિશન મંગલ’ની ૧૫ ઓગસ્ટે સિનેમાઘરોમાં થશે એન્ટ્રી…

July 18, 2019 at 10:57 am


બોલીવુડના એક્શન હીરો અક્ષય કુમારે હાલમાં જ ઇન્સ્ટાગ્રામમાં આગામી ફિલ્મ ‘મિશન મંગલ’ના બીજા પોસ્ટરની તસ્વીર અપડેટ કરી હતી. અક્ષય કુમારે પોસ્ટરનો ફોટો અપડેટ કરી કેપ્શનમાં લખ્યું હતું કે, ‘એક કહાની, જિસને ઇન્ડિયન સ્પેસ સાયન્સ કી પરિભાષા હી બદલ દી !’ પોસ્ટરમાં કલાકારોની તસ્વીર નજરે પડે છે. આ ફિલ્મમાં અક્ષય કુમાર, તાપસી, સોનાક્ષી સિંહા, વિદ્યા બાલન, શર્મન જોશી, નીથ્યા મેનેન, કીર્તિ કુલ્હારી જોવા મળશે. તો સાથે આ ફિલ્મની ટ્રેઇલરની ડેટ પણ જાહેર કરવામાં આવી છે. મિશન મંગલનું ટ્રેઇલર ૧૮ જુલાઈ એટલે કે આજે રીલીઝ કરવામાં આવ્યું હતું. મિશન મંગલ ફિલ્મ જગન શક્તિ દ્વારા ડીરેક્ટ કરવામાં આવી છે. આ ફિલ્મના પ્રોડ્યુસર રાના રાકેશ, પ્રીતમ બાલી, વિનોદ કુમાર અરોરા, આર.બાલકી, અરુણા ભાટિયા, અનીલ નાઈડુ છે. તેમજ મિશન મંગળની સ્ક્રીપ્ટ સાજીદ ફરહાદ દ્વારા લખવામાં આવી છે. અમિત ત્રિવેદી દ્વારા ફિલ્મમાં સંગીત આપવામાં આવ્યું છે. અક્ષય કુમારની ઇન્સ્ટાગ્રામની પોસ્ટ પર પણ ફેન્સ દ્વારા કોમેન્ટ્સ કરવામાં આવી હતી કે તે પણ આ ફિલ્મની ખુબ જ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. હવે જોવાનું રહ્યું કે શું અક્કીની આ ફિલ્મ બોકસઓફીસ પર ધૂમ મચાવશે કે કેમ ? જો કે, ફિલ્મ મિશન મંગલની રીલીઝ ડેટ પણ સાથે જાહેર કરી દેવામાં આવી છે. આગામી ૧૫ ઓગસ્ટના રોજ મિશન મંગલ થીએટર્સમાં એન્ટ્રી મારશે.

Comments

comments

VOTING POLL