એક કરતાં વધુ પાન કાર્ડ હશે તો કાર્ડ રદ કરવાની સાથે 10 હજારની પેનલ્ટી

September 8, 2018 at 11:24 am


કરચોરી કરવા માટે તથા બોગસ એકાઉન્ટ્સ માટે દેશમાં ઘણા લોકો એક કરતાં વધુ પાનકાર્ડનો ઉપયોગ કરી રહ્યા છે. આવકવેરા વિભાગે દેશભરમાંથી આવા 17 લાખ પાનકાર્ડ રદ કર્યા છે. હવે જેની પાસે એક કરતાં વધુ પાનકાર્ડ હોય અને તેનો ઉપયોગ જુદા જુદા ખાતા આેપરેટ કરવા થતો હોય તો પાનકાર્ડ રદ કરવાની સાથે રુ. 10 હજાર સુધીની પેનલ્ટી ફટકારવામાં આવશે. ઉપરાંત, જે-તે કરદાતાના એસેસમેન્ટ આેફિસરને પણ આ બાબતે જાણ કરવામાં આવશે..

હવે બેંક એકાઉન્ટ ખોલાવવા માટે, ઇનકમ ટેક્સ રિટર્ન ભરવા માટે તથા કોઇ પણ મોટા આર્થિક વ્યવહારો કરવા માટે પાનકાર્ડ ફરજિયાત છે. દેશમાં ઘણા કૌભાંડીઆે પાનકાર્ડ ભાડે લઇને બોગસ કંપનીઆે આેપરેટ કરી કરોડોની કરચોરી કરી રહ્યા છે. કેટલાક લોકોએ પોતાના જ નામના એક કરતાં વધુ પાનકાર્ડ મેળવીને દુરુપયોગ કરી રહ્યા છે. તેથી ઇનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટે વધારાના પાનકાર્ડ રદ કરવા અભિયાન શરુ કર્યું છે. અત્યાર સુધીમાં ગુજરાતમાંથી એક લાખ સહિત દેશભરમાંથી આંા 17 લાખ કાર્ડ રદ કરાયા છે..

Comments

comments

VOTING POLL