એક કામ પત્યું ત્યાં બીજું કામ હાજર!

February 3, 2018 at 5:46 pm


અભિનેતા રાજકુમાર રાવે તેની આગામી શ્રદ્ધા કપૂર સાથેની હાૅરર કાૅમેડી ફિલ્મ ‘સ્ટ્રી’નું પહેલા ચરણનું શૂટિંગ પતાવી દીધું છે. હવે જ્યાં સુધી બીજા ભાગનું શૂટિંગ શરૂ ન થાય ત્યાં સુધી તેની બીજી આગામી ફિલ્મ ‘ચંદેરી’નું શૂટિંગ ભોપાલમાં કરી રહ્યાે છે. સારું જ કહેવાય! ખાલી બેસવા કરતાં હાથમાં કામ હોય એને પૂરું કરવું જોઇએ. હાૅરર કાૅમેડી ‘સ્ટ્રી’ના અનુભવ વિશે રાજકુમાર ટ્વીટ કરે છે કે ‘મને હાૅરર કાૅમેડી ફિલ્મ કરવી હતી ને મને તક મળી હોવાથી તેનો ભરપૂર આનંદ હતો. ફિલ્મના પહેલા ભાગનું શૂટિંગ ખતમ થઇ ગયું છે. શ્રદ્ધા સાથે કામ કરવાની મને ખૂબ મજા આવી. ફિલ્મનું આખું યુનિટ મસ્ત હતું. હવે હું મારી બીજી ફિલ્મ ‘ચંદેરી’ના શૂટિંગમાં વ્યસ્ત છું. ‘સ્ટ્રી’ના બીજા ભાગના શૂટિંગને શરૂ થવામાં હજુ વાર છે.’ રાજકુમારે ‘ફન્ને ખાન’માં કામ કર્યું છે અને અનિલ કપૂર તો તેના વખાણ કરતાં થાકતો જ નથી.

Comments

comments

VOTING POLL