એક ટ્રેન રદઃ બે ટ્રેનના રૂટ બદલાયાઃ ઉતારૂઆેને પરેશાની

February 11, 2019 at 9:47 am


રાજસ્થાનમાં શરૂ થયેલા ગુર્જર આંદોલનની કચ્છના ટ્રેન વ્યવહારને અસર થઇ છે. એક ટ્રેન રદ કરવામાં આવી છે અને બાકીની ત્રણ ટ્રેનોનો રૂટ ફેરવવામાં આવ્યો છે.

ગાંધીધામ હાવરા વચ્ચે શનિવારે દોડતી ગરબા અકસપ્રેસ રદ કરાઇ હતી. જ્યારે ગાંધીધામ કામાખ્યા એકસપ્રેસના રૂટમાં ફેરફાર કરાયો છે. આ ટ્રેન રતલામ કોટાને બદલે વાયા ગ્વાલિયર આગ્રા થઇને દોડાવાઇ છે.

ગાંધીધામથી રવાના થયેલી સર્વોદય એકસપ્રેસને અમદાવાદીથી વાયા પાલનપુર, અજમેર, જયપુર રેવાડી થઇ દિલ્હી રૂટ પર દોડાવાઇ રહી છે.

આગામી દિવસોમાં જરૂર પડે વધુ ટ્રેનોના રૂટ બદલાશે તેવું પશ્ચિમ રેલવેના પ્રવકતાએ જણાવ્યું છે.

ટ્રેન રદ થવાથી અને રૂટમાં ફેરફાર થવાથી મોટી સંખ્યામાં ઉતારૂઆેને અસર થઇ છે.

Comments

comments

VOTING POLL