એક દિવસમાં કેટલા કપ કોફી પી શકાય? વધારે પડતું કોફીનું સેવન બની શકે છે સ્વાસ્થ માટે હાનિકારક

May 16, 2019 at 4:52 pm


`દુનિયાભરમાં મોટાભાગના લોકો દિવસની શરૂઆતમાં એનર્જી મેળવવા કોફી વધારે પીવી પસંદ કરે પરંતુ લોકોને ખબર જ નથી હોતી કે કેટલી કોફી પીવી જોઇએ અને આ સવાલનો જવાબ તેમને મળતો નથી.’ મોટાભાગની વ્યક્તિ દિવસ દરમિયાન બે કે ત્રણ વખત જ પીતી હોય છે. પરંતુ જે વ્યક્તિ ઓફિસમાં કામ કરતી હોય છે, તે પોતાના કામમાં મગ્ન કે સ્ટ્રેસના કારણે 7-8 કપ કોફી પી જતી હોય છે. હકીકતમાં તેઓને ખબર જ નથી હોતી કે કોફી પીવાનું પણ એક પ્રમાણ હોય છે.

 

એક દિવસમાં કેટલા કપ કોફી પી શકાય? સાઉથ ઓસ્ટ્રેલિયા યુનિવર્સિટીએ રિસર્ચ કરનાર સંશોધકોનો દાવો છે કે,`દિવસ દરમિયાન 6થી વધારે કપ કોફી પીવી સ્વાસ્થ માટે હાનિકારક છે.જેથી 22 ટકા સુધી હૃદયરોગના હુમલાની શક્યતા વધી જાય છે.’સંશોધકોએ લંડન ખાતે 37થી 73 વર્ષની ઉંમરના 3,47,077 લોકો પર રિસર્ચ કર્યું છે. શોધ દરમિયાન જાણવા મળ્યું કે,`કેફીન-મેટાબોલિજિંગને કેફીન કેવી રીતે નિયંત્રિત કરે છે. પરિણામે સ્વરૂપે સાબિત થયું કે કોફી શરીરના કાર્ડિયોવેસ્કુલર સિસ્ટમ પર નકારાત્મક અસર છોડે છે.

 

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO)નું કહેવું છે કે, `હૃદય રોગથી સૌથી વધારે વ્યક્તિઓ મૃત્યુ પામે છે, પરંતુ આ બીમારીને રોકી શકાય છે. આમ પહેલી વખત કોઇ સંશોધકોએ કોફીની વધારે માત્રા અને હૃદય રોગો વચ્ચે સંબંધ સ્પષ્ટ કરી અને થતાં નુકસાનની શોધ કરી છે.’

Comments

comments