એક દેશ એક કાર્ડ યોજના અંતિમ તબક્કામાં

September 7, 2018 at 12:09 pm


દેશમાં જલદી તમામ પ્રકારના સાર્વજનિક પરિવહન સેવાનો ઉપયોગ એક સ્માર્ટકાર્ડ દ્વારા શક્ય બનશે, કારણ કે વન-નેશન-વન-કાર્ડનું અંતિમ પરીક્ષણ આગામી કેટલાક મહિનામાં પૂર્ણ થઈ જશે. નીતિ આયોગના મુખ્ય કાર્યકારી અધિકારી અમિતાભ કાંતે ગુરુવારે આ વાત કહેવામાં આવી. તેમણે કહ્યું કે તમામ હિતધારકોના કન્શલટેશન પછી વન નેશન વન કાર્ડ નીતિનું ઘણું કામ પૂર્ણ થઈ ગયું છે.

કાંતે આ મીડિયાને સંબોધિત કરતા કહ્યું, બેંક એન્ડ ટેક્નોલોજીનું તમામ કામ પૂર્ણ થઈ ગયું છે અને સંભવતઃ આગામી ત્રણ-ચાર મહિનામાં અમે તેનું અંતિમ પરીક્ષણ કરવાની સ્થિતિમાં હોઈશું અને પરીક્ષણ રેલવે, મેટ્રાે અને બસોમાં કરી શકે.

તેમણે કહ્યું કે તેની પાછળનો વિચાર એ છે કે સ્માર્ટ કાર્ડથી મુંબઈ યાત્રા કરનારી વ્યિક્ત ઉત્તર પ્રદેશના છેવાડાના વિસ્તારમાં પણ તે જ કાર્ડનો ઉપયોગ કરી શકે. તેમણે કહ્યું કે, આ કાર્ડ ડેબિટ કે ક્રેડિડ કાર્ડના સ્વરુપમાં કામ કરશે.

કાંતે કહ્યું, આ કામ સાથે ઘણી એજન્સીઆે જોડાયેલી છે, જેમાં સેન્ટર ફોર ડેવલપમેન્ટ એન્ડ એડવાન્સ કમ્પ્યુટરિ»ગ, બેંક અને શહેરી વિકાસ મંત્રાલયનો સમાવેશ થાય છે. આ પહેલા મોટી સંખ્યામાં પ્રાેદ્યાેગિકીના કામનો સમાવેશ થાય છે. અમે ઘણી બેઠકો કરી છે અને તમામ મંત્રાલયો અહી જોડાયેલા છે.

Comments

comments