‘ એક ભ્રમ સર્વગુણ સંપન્ન’ સીરિયલમાં આવશે નવો વણાંક, ક્યાં વિલનની થશે એન્ટ્રી ? જાણો….

July 10, 2019 at 11:02 am


‘એક ભ્રમ સર્વગુણ સંપન્ન’ સીરિયલમાં અભિનેતા રાજેન્દ્ર ચાવલા અને નવીન પંડિત પિતા-પુત્રની ના રોલમાં વિલનની ભૂમિકા નિભાવતા નજરે પડશે, જે શ્રેણું પરીખ એટલે કે જાનવીના પાત્ર સામે કાવતરું રચશે. નવિને કહ્યું, કે મેં ઘણીવાર સ્ક્રીન પર રાજેન્દ્રજી ને જોયા છે અને સેટમાં તેનો અભિનય જોઈને મને આશ્ચર્ય થયું હતું. તેમની સાથે સ્ક્રીન શેર કરવી એ મારા માટે ખૂબ જ મદદરૂપ સાબિત થશે અને હું પોતાને નસીબદાર ગણું છું.”

જયારે રાજેન્દ્ર ચાવલા કહે છે કે, “મારુ પાત્ર અનુપમ ચોપરા એક ધંધાના સામ્રાજ્યના મેનેજર છે જેમણે ક્યારેય તેમના કામ માટે ક્રેડિટ મેળવી નથી.” તેમણે કહ્યું, “મારા માટે આ ભૂમિકા લેવાનું સૌથી મોટું કારણ એ છે કે અનુપમ ચોપરા દરેક રીતે કૌભાંડી છે અને હરહમેશ કોઈને કોઈ કાવતરું ઘડતા રહે છે. ત્યારે હવે જોવાનું એ રહેશે કે શું પિતા અને પુત્ર ઘરમાં પ્રવેશી જાનવીને પરેશાન કરવા કેવો તુક્કો અજમાવશે.

Comments

comments

VOTING POLL