એક યુગનો અંત …

August 17, 2018 at 9:59 am


રાજકરણનાં અજાતશત્રુ એવા અટલ બિહારી વાજપેયીના નિધનથી એક યુગનો અંત આવ્યો છે તેમ અવશ્ય કહી શકાય.અટલ એક એવું વ્યિક્તત્વ હતા કે તેના કોઈ દુશ્મન ન હતા. આવું વિરલ વ્યિક્તત્વ આ દેશને ફરી મળશે કે કેમ તે એક મોટો સવાલ છે. 16મી આેગસ્ટના દિવસે જયારે આકાશમાંથી અટલ નામનો ધ્રુવ તારો ખરી પડéાે ત્યારે લાખ્ખો અશ્રુભીની આંખોએ તેમને અંજલિ આપી હતી. અટલ બિહારી વાજપેયી આજે આપણી વચ્ચે નથી અને તેમનો નશ્વર દેહ પંચમહાભૂતમાં વિલીન થઇ ગયો છે પરંતુ એટલું જરુર કહી શકાય કે તેમણે સ્થાપેલી એક વિચારધારા ચિરકાળ સુધી અમર રહેશે.

ભારત આઝાદ થયો. ત્યારબાદ દેશમાં જમણેરી વિચારધારાના વિશ્વાસપાત્ર રાજનેતા તરીકે અટલ બિહારી વાજપેયીએ અનોખી આેળખ મેળવી હતી. વાજપેયીને ભારતીય લોકશાહીમાં અપાર શ્રદ્ધા રહી. તેમણે હંમેશા લોકશાહી મૂલ્યોના જતન માટે કામગીરી કરી. ઉપરાંત ભારતીય લોકશાહીને વિશ્વમાં લોકશાહીને ગૌરવ અપાવવા માટે હંમેશા કટિબÙ રહ્યાંહતા. વાજપેયી એક શ્રેષ્ઠ સાંસદ અને ઉમદા વ્યિક્ત હતાં. તેઆે વિપક્ષીદળોના નેતાઆેને ખૂબ જ માન-સન્માન આપતા હતાં. અને વિરોધ પક્ષો પણ વાજપેયીને વિચાર કે સૂઝાવને આવકારી લેતા હતાં અટલ બિહારી વાજપેયી 1999-2004માં તેઆે ત્રણ વખત દેશના વડાપ્રધાન પદે રહ્યા હતા. નાેંધનીય છે કે 1999-2004માં તેમણે પૂરા પાંચ વર્ષ સુધી પોતાના વડાપ્રધાનનો કાર્યકાળ પૂરો કર્યો હતો. આ સાથે જ વાજપેયીજી પાંચ વર્ષની ટર્મ પુરી કરનાર એક માત્ર બિન કાેંગી વડાપ્રધાન બન્યા હતા.અટલ બિહારી વાજપેયી હિન્દી કવિ, પત્રકાર અને પ્રખર વક્તા પણ હતા. ભારતીય જનસંઘની સ્થાપનામાં તેમની ભૂમિકા ખૂબ જ મહત્વની હતી. 1968 થી 1973 સુધી જનસંઘના અધ્યક્ષ પણ રહ્યાં હતા.

જીંદગીભર રાજનીતિમાં સqક્રય રહેલા અટલ બિહારી વાજપેયી લાંબા સમય સુધી રાષ્ટ્રધર્મ, પાંચજન્ય અને વીર અજુર્ન સહિતના સામયિકના સંપાદક પણ રહ્યાં.હતા. વાજપેયી રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘના સમપિર્ત પ્રચાર રહ્યાં હતા અને આ નિષ્ઠાના કારણે એમણે જીવનભર અવિવાહિત રહેવાનો સંકલ્પ કર્યો હતો. સર્વોચ્ચ પદ પર પહાેંચવા સુધી એમણે પોતાનો સંકલ્પ નિષ્ઠાપૂર્વક નિભાવ્યો પણ હતો. ભાજપ આજે કટ્ટરવાદી રાજકીય પક્ષ નથી રહ્યાે, પણ વિકાસની વાત કરતો રાજકીય પક્ષ છે. ભાજપે આ જે રંગ બદલ્યો તેનું શ્રેય વાજપેયીજીને જાય છે.

આવા બહુમુખી પ્રતિભાવંત અટલ બિહારી વાજપેયીને હૃદય પૂર્વકની અંજલિ પાઠવીએ છીએ.

Comments

comments

VOTING POLL