એક સમયે 3 વર્ષ સુધી ઘરે બેઠો હતો,આ એક્ટર, રણદીપ હુડ્ડા

August 20, 2018 at 8:40 pm


41 વર્ષના થયા રણદીપ હુડ્ડા

બોલિવૂડમાં ‘સરબજીત’,’હાઈવે’, ‘સુલ્તાન’ અને ‘લાલ રંગ’ જેવી ફિલ્મોમાં કામ કરી ચૂકેલા એક્ટર રણદીપ હુડ્ડા આજે પોતાનો 41મો જન્મદિવસ ઉજવી રહ્યો છે. ફિલ્મ જગતમાં આવતા પહેલા આ એક્ટરે ઘણા બધા અલગ-અલગ કાર્યો કર્યા. બીટાઉનમાં શાનદાર એક્ટિંગથી પોતાનું નામ બનાવનારા એક્ટર રણદીપ હુડ્ડાનું માનવું છે કે તેણે ફિલ્મોમાં હજુ સુધી પરફેક્ટ રોલ કર્યો જ નથી. તેમના મુજબ હજુ સુધી યોગ્ય રોલ વાળી કોઈ ફિલ્મ નથી કરી અને તેનું બેસ્ટ પરફોર્મેન્સ હજુ જોવાનું બાકી છે.

હંમેશા પ્લાન કરીને આગળ વધતો

રણદીપ હુડ્ડા પોતાના કરિયરમાં હંમેશા પ્લાન કરીને આગળ વધે છે અને હજુ પણ એમ કરવા ઈચ્છે છે. પીટીઆઈને આપેલા ઈન્ટરવ્યૂ મુજબ રણદીપએ કહ્યું, મેં જ્યારથી બોલિવૂડમાં કામ કરું છું એટલો વ્યસ્ત રહેવા લાગ્યો છું કે પોતાના માટે એક બ્રેક નથી લઈ શકતો.

જ્યારે નસીરુદ્દીન બન્યા રણદીપના ભગવાન

પછી મને એકસાથે ત્રણ વર્ષનો બ્રેક મળી ગયો. આ બ્રેક એટલા માટે નહોતો મળ્યો કે મારી પાસે કામ નહોતું કે ફિલ્મો નહોતી. પરંતુ એટલા માટે મળ્યો કારણ કે ક્વોલિટી વર્ક નહોતું. એક વખતે મને નસીરુદ્દીન શાહે કહ્યું હતું કે હું મારા કરિયરમાં એક બાબત ખૂબ ખોટી કરી રહ્યો છું અને તે બધી વસ્તુ પ્લાન કરીને આગળ વધવું. બધી બાબતો પ્લાન ન થઈ શકે. તે સમયે નસીર મને મળવા આવ્યા હતા અને મારો પગ ફ્રેક્ચર્ડ હતો.

આ ફિલ્મોના કારણે બન્યું કરિયર

રણદીપના ડૂબતા કરિયરને બચાવવા માટે તેને બ્રેક ટાઈમમાં ઘણી ફિલ્મો ઓફર થઈ જેણે તેના કરિયરને હાઈપ આપ્યો. એક સાથે ત્રણ વર્ષ સુધી ઘરે બેઠા બાદ અચાનક જ ફિલ્મ ‘સાહેબ બીવી ઓર ગેંગસ્ટર’, હાઈવે, જિસ્મ 2 અને કિકમાં સારા રોલ કરવાની ઓફર મળી. આ બાદ તેણે એશ્વર્યા રાય સ્ટારર ફિલ્મ સરબજીતમાં સરબજીતનું રીયલ લાઈફ પાત્ર ભજવવા બદલ ખૂબ પ્રશંસા કરાઈ. આ ફિલ્મ બાદ રણદીપ હુડ્ડાએ કરિયરમાં સારી પ્રગતિ કરી અને લાલ રંગ અને દો લફ્જો કી કહાની જેવી ફિલ્મમાં તેના પાત્રના ખૂબ વખાણ થયા.

Comments

comments

VOTING POLL