એચડીએફસી બેન્કની શાખાઆેમાંથી 39 હજારની નકલી નોટો પકડાઈ

October 2, 2018 at 3:29 pm


શહેરમાં આવેલી એચડીએફસી બેંકની કરન્સી ચેસ્ટ સહિતની શાખાઆેમાં રૂા.39 હજારની નકલી નોટો ભરણામાં આવ્યાની ફરિયાદ પોલીસમાં નાેંધાઈ છે.

એચડીએફસી બેંકમાં ફરજ બજાવતા કર્મચારી હિતેષ ચંદ્રશંકર જોષી (રહે. રામકૃષ્ણનગર શેરી નં.14)એ એચડીએફસી બેંકની કરન્સી ચેસ્ટ સહિતની શાખાઆેમાં વિવિધ ગ્રાહકો દ્વારા ભરણામાં ધરબી દેવાયેલી રૂા.38,860ની નકલી નોટો સંદર્ભે ભકિતનગર પોલીસમાં ફરિયાદ નાેંધાવવામાં આવી છે.

આ નકલી નોટોમાં રૂા.બે હજારની 12, 500ની સાત, રૂા.100ની 105, રૂા.50ની 16 તથા રૂા.20ની 1 મળી કુલ 141 ચલણી નોટનો સમાવેશ થાય છે. ઉપરોકત નોટો સપ્ટેમ્બર માસ દરમિયાન બેંકની વિવિધ શાખાઆેમાં ભરણામાં આવ્યાની હિતેષ જોષીએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે. બનાવની તપાસ સ્પેશ્યલ આેપરેશન ગ્રુપના પીઆઈ એસ.એન.ગડુને સાેંપવામાં આવી છે.

Comments

comments

VOTING POLL