એચ.જે. લાલ ચેરી. ટ્રસ્ટ અને મેળાના રાઈડધારકોનું આયોજનઃ જામનગરની આશ્રીત સંસ્થાઆેમાં રહીને અભ્યાસ કરતાં મુકબધીર સહિતના વિદ્યાર્થીઆેએ મેળાની મોજ માણી

September 11, 2018 at 11:25 am


બહુ મોટી વાત શાયરે કહી છે, મતલબ એ છે કે, ઇશ્વરની બંદગી જો કરી ન શકાતી હોય, કોઇ અવરોધ હોય, ધર્મસ્થાન ખૂબ દૂર હોય તો દુઃખથી પીડાતી અને આંસુ સારતી કોઇ વ્યિક્તને હસાવી દેવાથી પણ અથાર્ત તેની મદદ કરવાથી બંદગી થઇ જાય છે, આવું જ એક સારું કાર્ય જાણીતા એવા એચ.જે. લાલ ટ્રસ્ટ દ્વારા તાજેતરમાં કરવામાં આવ્યું હતું, જે ખરેખર વખાણવાલાયક છે.

જામનગરના પ્રદર્શન મેદાનમાં ચાલી રહેલા જન્માષ્ટમીના મેળાના અંતિમ અમાસના દિવસે જામનગર શહેરની આણદાબાવા સંસ્થા સહિતની આશ્રીત સંસ્થામાં રહીને અભ્યાસ કરતાં 125 થી વધુ વિદ્યાર્થીઆે અને વ્યવસ્થાપક-શિક્ષક વગેરેને મેળો માણવા માટેની વ્યવસ્થા કરી આપવામાં આવી હતી.

જામનગરની સંસ્થા એચ.જે. લાલ ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી જીતુભાઇ લાલ અને મેળાના રાઇડ અને સ્ટોલના સંચાલકો હાસમભાઇ અખાણી, શબીરભાઇ અખાણી, હસમુખભાઇ રાઠોડ, કિશોરભાઇ પંડ્યા વગેરે દ્વારા અમાસના અંતિમ દિવસના મેળામાં તમામ વિદ્યાર્થીઆેને જુદી જુદી રાઇડ્સમાં ફેરવી મેળાની મોજ માણવા માટેની વ્યવસ્થા કરી આપવામાં આવી હતી, સાથાે-સાથ પોપકોર્ન, આઇસ્ક્રીમ સહિતની પણ વ્યવસ્થા કરી આપવામાં આવી હતી, મુકબધીર સહિતના વિદ્યાર્થીઆે મેળાનો આનંદ લઇને ખુશખુશાલ નજરે પડતાં હતા.

Comments

comments