એટ્રોસિટી એક્ટ મુદ્દે દલિતો 1લી મેએ દેશવ્યાપી વિરોધ પ્રદર્શન કરશે

April 16, 2018 at 11:16 am


દેશભરના દલિતો પહેલી મે(આંતર રાિષ્ટ્રય મજૂર દિવસ)ના રોજ રાિષ્ટ્રય પ્રતિકાર દિવસ (નેશનલ રેઝિસ્ટન્સ ડે) યોજી શાંતિપૂર્ણ રીતે વિરોધ કરી સુપ્રિમ કોર્ટના એટ્રાેસિટી એક્ટના કાયદા વિશેના ચુકાદાનો વિરોધ કરશે. સુપ્રિમ કોર્ટે એટ્રાેસિટી એક્ટ વિશે આપેલા ચુકાદાનો વિરોધ કરવા માટે નેશનલ કોઇલીશન ફોર સ્ટ્રેન્થનીગ ધ પ્રિવેન્શન આેફ એટ્રાેસિટી એક્ટ એન્ટ ઇટ્સ ઇમ્પલીમેન્ટેશન નામના એક સંગઠનની રચના કરવામાં આવી છે. આ સંગઠનના નેશનલ કન્વીનર ડો. વી.એ. રમેશ નાથને જણાવ્યું કે, તાજેતરમાં સુપ્રિમ કોર્ટ દ્વારા એટ્રાેસિટી એક્ટ મામલે આપવામાં આવેલા ચુકાદાનો વિરોધ કરવા માટે પહેલી મેના દિવસે રાિષ્ટ્રય પ્રતિકાર દિવસ તરીકે ઉજવી શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શન કરવાનું નક્કી થયું છે. અમે દેશભરના દલિત અને માનવ અધિકારો માટે લડતા સંગઠનોને આ વિરોધમાં જોડાવા માટે અપિલ કરી છે.
આંતર રાિષ્ટ્રય મજૂર દિવસને રાિષ્ટ્રય પ્રતિકાર દિવસ તરીકે પસંદ કરવા બાબતે ડો. વી.એ. રમેશ નાથને જણાવ્યું કે, દુનિયાભરમાં મજૂરોના હક્કાે માટે આંતર રાિષ્ટ્રય મજૂર દિવસ ઉજવવામાં આવે છે. ભારતમાં, દલિતો અને આદિવાસીઆે મોટાભાગે મજૂરો જ છે. દલિતો અને આદિવાસીઆે, મહિલાઆે અને બાળકોના માનવ અધિકારોના રક્ષણ માટે હજુ આપણે ઘણી મજલ કાપવાની બાકી છે. ભારતમાં દલિતો આજેય જ્ઞાતિ આધારિત ભેદભાવો અને હિંસાનો શિકાર કરે છે. આ સંગઠન દ્વારા સરકાર સમક્ષ 12 જેટલી માંગણીઆે મૂકવામાં આવી છે. જેમાં એટ્રાેસિટી એક્ટનો અસરકારક રીતે અમલ કરવો અને આ કાયદાને તેના મૂળ સ્વરુપે પ્રસ્થાપિત કરવો, 2 એપ્રિલના ભારત બંધ દરમિયાન જે દલિતોની ધરપકડ થઇ છે તે તમામને તાત્કાલિક અસરથી છોડી મૂકવા વગેરે બાબતોનો સમાવેશ થાય છે.

Comments

comments

VOTING POLL