એડિલેડ ટેસ્ટઃ કાંગારૂ સામે ટીમ ઈન્ડિયાનો ધબડકોઃ 154/6

December 6, 2018 at 11:31 am


એડિલેડમાં આજથી શરૂ થયેલી ભારત-આેસ્ટ્રેલિયા વચ્ચેની ટેસ્ટ મેચમાં ટોસ જીતી ભારતે પ્રથમ દાવ લેવાનું પસંદ કર્યું છે. જો કે તેનો આ નિર્ણય ખોટો પડયો હોય તેવી રીતે 152 રનમાં જ ટીમ ઈન્ડિયાના 6 બેટસમેનો તંબુ ભેગા થઈ જતાં ટીમ ઈન્ડિયા મુશ્કેલીમાં મુકાઈ જવા પામી છે. જો કે ચેતેશ્વર પુજારા સંકટમોચક બની ટીમ ઈન્ડિયાના સ્કોરને સતત આગળ ધપાવી રહ્યાે છે.

ભારતે તેની 6 વિકેટો ગુમાવી દીધી છે જેમાં કે.એલ.રાહુલ 2, મુરલી વિજય 11, વિરાટ કોહલી 3, અજિંક્ય રહાણે 13, રોહિત શમાર્ 37 અને રિશભ પંત 25 રન બનાવી આઉટ થઈ ગયા છે. હાલ આ લખાઈ રહ્યું છે ત્યારે ચેતેશ્વર પુજારા 54 અને આર.અશ્વિને 7 રને રમતમાં છે અને ભારતનો સ્કોર 6 વિકેટે 154 રન થયો છે.

આેસ્ટ્રેલિયા વતી બોલિંગમાં જોશ હેઝલવુડે 2, નાથન લાયોને 2 અને પેટ કમિન્સ-મિશેલ સ્ટાર્કે એક-એક વિકેટ ઝડપી છે.

Comments

comments

VOTING POLL