એનડીએના સહયોગીઓ પ્રત્યે ઉદાર બનો: ભાજપને મળી સલાહ

March 31, 2018 at 11:04 am


યાં એક તરફ વિપક્ષી પક્ષો એકસાથે મળીને ભાજપને હરાવવા માટે પ્રયાસ કરી રહ્યા છે. ત્યાં બીજીબાજુ ભાજપની આગેવાનીમાં એનડીએમાં સામેલ પક્ષો એકપછી એક ભાજપથી દૂર થાય તેવી સ્થિતિ ઉત્પન્ન થઈ છે. એનડીએના સાથી પક્ષોએ ભાજપને તેના સાથીઓ સાથે વધુ ઉદાર અને સામંજસ્યપૂર્ણ વ્યવહાર કરવાની સલાહ આપી છે. આંધ્રને ખાસ રાયનો દરો આપવાના મુદ્દે ટીડીપીએ ભાજપ સાથે છેડો ફાડા બાદ શિવસેનાના તેવર વધુ બળવાખોર બન્યા છે તો બિહારમાં સાંપ્રદાયિક હિંસાને લઈને જેડીયુ અને બીજેપીના સંબંધોમાં પણ નારાજગી ચાલી રહી છે.
જેડીયુ નેતા કે.સી. ત્યાગીએ કહ્યું કે, બિહારમાં ગઠબંધનમાં કોઈ મતભેદ નથી, પરંતુ તેમણે એટલું સ્વીકાયુ કે ગઠબંધન વધુ સા બને તે માટે બંને પાર્ટીઓ વચ્ચે વધુ સારા સામંજસ્યની જર છે. અમારા સહયોગી ટાઇમ્સ ઓફ ઇન્ડિયા સાથે વાત કરતા ત્યાગીએ કહ્યું કે, એનડીએ–૧ અને એનડીએ–૨માં ખૂબ ફરક છે. એ વાત માન્ય છે કે નેતૃત્વમાં બદલાવ થયો છે, પરંતુ બધા જ પક્ષો વચ્ચે સામંજસ્ય બન્યું રહે તે માટે નિયમિત રીતે બધા પક્ષો સાથે મિટિંગ કરતી રહેવી જોઈએ. ગઠબંધનને સારી રીતે ચલાવવા માટે ઉત્તમ કોમ્યુનિકેશનની જર છે અને જો કોઈ મતભેદ હોય તો તે દૂર કરવા જોઈએ.
તેમણે કહ્યું કે, બિહારમાં ભાજપના સહયોગથી સરકાર બની તેને ૧૦ મહિના થઈ ગયા છે. પરંતુ હજુ સુધી બંને પક્ષો વચ્ચે આ બાબતે કોઈ મિટિંગ મળી જ નથી. બિહાર સરકારમાં ભાજપ પાસે યોગ્ય પ્રતિનિધિત્વ છે પરંતુ કેન્દ્રમાં જેડીયુ પાસે કોઈ પ્રતિનિધિત્વ નથી આ મુદ્દાનો ઉકેલ લાવવો જોઈએ.
ત્યાગીએ વધુમાં કહ્યું કે, બિહાર ભાજપના કેટલાક નેતાઓના નિવેદનોથી તેમની પાર્ટી ખૂશ નથી. નીતિશ કુમારે કયારેય પણ સિદ્ધાંતો સાથે સમજૂતી કરી નથી. તો બીજીબાજુ ઉત્તરપ્રદેશ સરકારમાં મંત્રી ઓ.પી. રાજભર એ વાતને સ્વીકારી કે કોમ્યુનિકેશન ગેપ હોવાના કારણે ભાજપ અને સાથી પક્ષો સાથે મતભેદ આવી રહ્યા છે.
રાજભરે વધુમાં કહ્યું કે, ગઠબંધનમાં તમામે એકસાથે બેસીને વાતચીત કરીને મુદ્દાઓનો ઉકેલ લાવવો જોઈએ. ઉલ્લેખનીય છે કે તાજેતરની રાયસભા ચૂંટણી દરમિયાન રાજભરે ભાજપના ઉમેદવારોને વોટ ન આપવા માટે નિવેદન કયુ હતું. જે પછી ભાજપ અધ્યક્ષ અમિત શાહે રાજભરની મુલાકાત લીધી હતી અને પરિસ્થિતિ થાળે પડી હતી. જે બાદ રાજભરે કહ્યું હતું કે તેઓ એનડીએમાં જ રહેશે પરંતુ લોકોને સ્પર્શતા મુદ્દાઓને ઉઠાવતા રહેશે

Comments

comments