એનડીએ સરકાર બનાવશે પણ બહુમતીથી દુરઃ યુપીએના ફાળે 141 બેઠક

March 11, 2019 at 10:31 am


વિપક્ષ ભલે સાથે મળીને બીજેપીનાં નેતૃત્વવાળી એનડીએને સત્તાની બહાર કરવા માટેની યોજના બનાવી રહ્યું હોય, પરંતુ તેમના હાથે સફળતા મળી રહેલી દેખાતી નથી. સી-વોટર તરફથી હાલમાં કરવામાં આવેલા સર્વે પ્રમાણે એનડીએ લોકસભા ચૂંટણીમાં બહુમતથી થોડીક દૂર રહેશે, પરંતુ ચૂંટણી બાદ ગઠબંધનનાં વિકલ્પો સરકાર આરામથી બનાવી લેશે.

સી-વોટર દ્વારા કરવામાં આવેલા સર્વે અનુસાર ઉત્તર પ્રદેશની જંગ આગામી લોકસભાની તસવીરને નક્કી કરવા માટે કામ આવશે. આ સર્વેક્ષણ માર્ચમાં એ વખતે કરવામાં આવ્યું જ્યારે મોદી સરકારે જૈશ-એ-મોહમ્મદનાં આતંકવાદીઆેની શિબિર પર હવાઈ હુમલો કર્યો, જેના કારણે સમગ્ર દેશમાં રાષ્ટ્રવાદની લહેર ફેલાઇ ગઇ. સર્વે પ્રમાણે પીએમ મોદી લોકસભા ચૂંટણીની દોડમાં આગળ છે. સર્વેમાં એનડીએને 264 સીટો આપવામાં આવી છે, જ્યારે યુપીએને 141 સીટ મળવાની સંભાવના છે. આ ઉપરાંત અન્ય દળોને 138 સીટ મળી શકે છે. જો ઉત્તરપ્રદેશમાં મહાગઠબંધન નથી થતુ તો આવી સ્થિતિમાં એનડીએ 307 સીટો મેળવી લેશે અને યુપીએ 139 સીટો અને અન્યદળોનાં ભાગે 97 સીટો જઇ શકે છે.

સીટોનાં મામલે બીજેપીને એકલાને 220 સીટો અને તેની સાથે ગઠબંધન સહયોગીઆેને 44 સીટો મળી શકે છે. જો એનડીએ વાઈએસઆર કાેંગ્રેસ, મીઝો નેશનલ ફ્રંટ (એમએનએફ), બીજેપી અને ટીઆરએસ સાથે ચૂંટણી બાદ ગઠબંધન કરે છે તો સીટોની સંખ્યા 301 થઇ જશે. યુપીમાં કાેંગ્રેસને 86 સીટો મળવાની સંભાવના છે અને અન્ય પાર્ટીઆે આમા 55 સીટો ઉમેરશે. યુપીએ જો ચૂંટણી બાદ ગઠબંધન કરે છે અને તેમા એઆઇયુડીએફ, એલડીએફ, મહાગઠબંધન, ટીએમસી સામેલ થાય છે તો સીટોની સંખ્યા 226 થઇ જશે. ઉત્તર પ્રદેશમાં મહાગઠબંધનની સ્થિતિમાં બીજેપી ગત ચૂંટણીમાં મળેલી 71 સીટોનાં મુકાબલે 29 પર સંકેલાઇ શકે છે.

મહાગઠબંધન ના થવાની સ્થિતિમાં બીજેપી 2014નાં પરિણામનું પુનરાવર્તન કરી શકે છે અને 72 સીટો મેળવી શકે છે. બીજેપીને સૌથી વધુ સીટો બિહાર 36 (2014માં મળેલી 22થી વધારે), ગુજરાત 24 (ગત લોકસભા ચૂંટણીમાં મળેલી 26 કરતા 2 આેછી), કણાર્ટક 16 (2014ની સામે 1 આેછી), મધ્યપ્રદેશ 24 (2014માં મળેલી 26નાં મુકાબલે 2 આેછી), મહારાષ્ટ્ર 36 (2014માં મળેલી 23થી 13 વધારે), આેડિશા 12 (2014માં 1 સીટ મળી હતી) અને રાજસ્થાન 20 (2014નાં મુકાબલે 4 આેછી) મળી શકે છે

Comments

comments

VOTING POLL