એનસીઆર : હવે કોનો વારોં

August 4, 2018 at 10:07 am


આસામમાં નાગરિક હોવા છતાં 40 લાખ લોકો કાયદેસરના નાગરિક નથી તેવો ડ્રાãટ જાહેર આ મુદ્દે કેન્દ્ર સરકાર અને વિરોધપક્ષ વચ્ચે વિવાદ શરુ થઇ ગયો છે અને રાજકારણ ગરમાયુ છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે,એનઆરસી મામલે પહેલ કરનારું આસામ દેશનું પ્રથમ રાજ્ય છે. અને હવે દેશના અન્ય રાજ્યોમાં પણ એનઆરસી લાવવા માગણી થઈ રહી છે. પરંતુજાણીને આશ્ચર્ય થશે કે,એનઆરસી દેશના તમામ રાજ્યોમાં પહેલેથી જ તૈયાર કરવામાં આવ્યું છે. આસામ પછી બંગાળ અને અરુણાચલમાંથી પણ ગેરકાયદેસર રહેતા લોકોને કાઢી મુકવામાં આવશે તેવી ચર્ચાઆેને કારણે વિવાદ વધુ વકર્યો છે તેમ કહેવામાં જરા પણ ખોટું નથી.

દેશના વિભાજન બાદ એ જાણવું જરુરી હતું કે, દેશમાં કેટલા લાકો ગેરકાયદે વસવાટ કરી રહ્યા છે. જેના માટે આઝાદી બાદથી વર્ષ 1951માં દેશભરમાં એક નેશનલ રજિસ્ટર આેફ સિટિઝન્સ એટલે કે એનસીઆર તૈયાર કરવામાં આવ્યું હતું. જે દરેક રાજ્યમાં તૈયાર કરવામાં આવ્યું હતું. આ રીતે આસામમાં હાલમાં જેએનસીઆર તૈયાર કરવામાં આવી રહ્યું છે તે કોઈ નવી પ્રqક્રયા નથી પણ વર્ષ 1951નાએનઆરસીને જ અપડેટ કરવામાં આવી રહ્યું છે.

વર્ષ 1951માં દેશના તમામ રાજ્યોમાંએનઆરસી તૈયાર કરવામાં આવ્યો હતો. જે જનગણના પર આધારિત હતો. જેમાં લોકોની યોગ્ય ચકાસણી કરવામાં આવી નહતી. અને હાલમાં આસામનું જે કામ ચાલી રહ્યું છે તે નાગરિકતાની ચકાસણીના આધારે કરવામાં આવી રહ્યું છે. આ પ્રકારની આટલી મોટી ઝુંબેશ કોઈ રાજ્યમાં પ્રથમ વખત કરવામાં આવી રહી છે. હવે આગામી સમયમાં બંગાળ અને અન્ય રાજ્યોમાં આવી ઝુંબેશ થાય છે કે નહિ તે જોવાનું રહે છે.

Comments

comments

VOTING POLL