એન્જિનિયરિંગ–ફાર્મસીમાં પ્રવેશ માટે મહત્વની ગુજકેટની પરીક્ષા તા.૨૩ એપ્રિલે લેવાશે

February 21, 2018 at 12:17 pm


ડિગ્રી એન્જિનિયરિંગ, ડિગ્રી–ડિપ્લોમા, ફાર્મસી અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવવા માટે અત્યતં મહત્વની ગણાતી ગુજકેટની પરીક્ષા આગામી તા.૨૩ એપ્રિલના રોજ લેવામાં આવશે તેવી સત્તાવાર જાહેરાત ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડના અધ્યક્ષે કરી છે.

તા.૨૩ એપ્રિલના રોજ સવારે ૧૦થી સાંજના ૪ વાગ્યા સુધી અલગ–અલગ તબકકે લેવાનારી આ પરીક્ષા માટે માત્ર જિલ્લાકક્ષાના કેન્દ્રો જ રાખવામાં આવેલ છે. ભૌતિકશાક્ર, રસાયણશાક્ર, જીવવિજ્ઞાન અને ગણિત વિષયની ૪૦–૪૦ માર્કની આ પરીક્ષામાં ૪૦ પ્રશ્નો પૂછાશે. ભૌતિકશાક્ર અને રસાયણશાક્રનું પ્રશ્નપત્ર સંયુકત રહેશે. બન્ને વિષયના ૪૦–૪૦ પ્રશ્ન મળીને ૮૦ પ્રશ્નો અને ૮૦ ગુણ રાખવામાં આવેલ છે અને આ માટે વિધાર્થીઓને ૧૨૦ મિનિટનો સમય આપવામાં આવશે. ઓએમઆર આન્સર સીટ પણ ૮૦ જવાબ માટેની હશે. જીવવિજ્ઞાન અને ગણિતનું પ્રશ્નપત્ર અલગ–અલગ રહેશે અને તેમાં ૪૦ માર્કના ૪૦ પ્રશ્ન માટે ૬૦ મિનિટનો સમય આપવામાં આવશે

Comments

comments

VOTING POLL