એન.ડી.એ.સામે વધુ એક પડકાર

August 8, 2018 at 10:52 am


રાજ્યસભાના ડેપ્યુટી ચેરમેનની ચૂંટણી માટે સત્તારુઢ એનડીએ ઉમેદવારનું નામ નક્કી કરી લીધું છે અને વિરોધ પક્ષે પણ પોતાના ઉમેદવારના નામ પર આખરી મહોર મારી દીધી છે. એનડીએ નીતીશકુમારની પાર્ટી જનતાદળ (યુ)ના સાંસદ હરિવંશને રાજ્યસભાના ડેપ્યુટી ચેરમેન પદ માટે ઉમેદવાર બનાવ્યા છે અને વિપક્ષે વંદના ચવ્હાણને ઉમેદવાર બનાવી છે. વંદના ચવ્હાણ શરદ પવારની પાર્ટી એન.સી.પી.ના નેતા છે.

ઉપસભાપતિની ચૂંટણી શનિવારે યોજાવાની છે પરંતુ એનડીએના મહÒવના ભાગીદાર શિરોમણી અકાલીદળે પૂર્વ પત્રકાર હરિવંશના નામ સામે વાંધો ઉઠાવતા જ એ ચૂંટણી રસપ્રદ બની છે. ભાજપ અધ્યક્ષ અમિત શાહે હરિવંશના નામ પર સંમતિ માટે શિરોમણી અકાલી દળના અધ્યક્ષ અને પંજાબના પૂર્વ મુખ્યપ્રધાન પ્રકાશસિંહ બાદલ સાથે વાત કરી હતી પરંતુ અકાલી દળની નારાજગી ખુલ્લેઆમ સામે આવી છે. શિવસેના પણ નારાજ છે.

અકાલી દળ રાજ્યસભાના ડેપ્યુટી ચેરમેનની ચૂંટણીમાં વોટિંગ વખતે ગેરહાજર રહી શકે છે. પ્રથમ વાર એવું થશે કે અકાલીદળ એનડીએ સાથે વોટ નહી કરે. રાજ્યસભામાં પક્ષના ત્રણ સાંસદ છે. અકાલી અને શિવસેના જો એનડીએની તરફેણમાં વોટ નહી કરે તો તેના માટે ચૂંટણી જીતવી મુશ્કેલ બની જશે. રાજ્યસભામાં એનડીએ પાસે બહુમતી નથી. રાજયસભામાં ર44 સાંસદો વોટ કરી શકે તેવી સ્થિતિમાં છે અને તેથી કોઇ પણ પક્ષને ચૂંટણી જીતવા માટે 1ર3 મત મળવા જરુરી છે. રાજયસભામાં એનડીએ પાસે 11પ બેઠક છે. જ્યારે યુપીએ પાસે 113 બેઠક છે.હવે જોવાનું એ રહે છે કે, એન.ડી.એ. પોતાના સહયોગીઆેની નારાજગી કેવી રીતે દૂર કરે છે.

Comments

comments

VOTING POLL