એપ્રિલથી મળશે નવી લિકર પરમિટ

March 27, 2018 at 11:14 am


રાજ્યમાં છાંટોપાણીના રસિયાઓ દ્વારા મોટાપાયે ખોટીરીતે આરોગ્ય સંબંધીત લિકર પરમિટ કઢાવવાના કિસ્સામાં સફાળી જાગેલી સરકારે હાલ લિકર પરમિટ ઇશ્યુ કરવા અને રીન્યુ કરવા પર કામચલાઉ પ્રતિબંધ રાખ્યો છે. ત્યારે ગૃહ વિભાગના સૂત્રોએ જણાવ્યું કે હવે લિકર પરમિટ માટે નવી ગાઈડલાઇન ઈશ્યુ કરવામાં આવશે અને તે વધારે આકરી શરતો સાથે હશે.
અધિકારીએ વધુમાં જણાવ્યું કે, આકરી શરતો સાથેની પરમિટ એપ્રિલના પહેલા સપ્તાહથી બહાર પાડવામાં આવશે અને આ સાથે જ એક્સાઇઝ અને ટ્રાન્સપોર્ટ ડ્યુટીમાં ભાવ વધારાથી આલ્કોહોલની પરમિટ શોપમાં દારુ પ્રાઇસ પણ રુ.500થી રુ.700 જેટલી વધી જશે. જેમને આલ્કોહોલ માટે હેલ્થ પરમિટ જોઈતી હશે તેમણે નવા નિયમ અંતર્ગત વધુ આકરી ચકાસણીમાંથી પસાર થવું પડશે.
ગૃહ વિભાગના સૂત્રો મુજબ ડોક્ટર્સની એક પેનલ પહેલા આવી હેલ્થ લિકર પરમિટને સ્કુટિનાઇઝ કરશે. ત્યારબાદ મંજૂરી આપતા પહેલા પરમિટ માટે જણાવવામાં આવેલ કારણની આરોગ્ય વિભાગ સાથે ચકાસણી કરશે. તો આ ઉપરાંત જે એપ્લિકેશન શંકાસ્પદ લાગશે તેને 7 મેડિકલ નિષ્ણાંતોની પેનલ દ્વારા ચકાસણી કરાશે.

તેમણે વધુમાં કહ્યું કે, અત્યાર સુધી જેમને હેલ્થ લિકર પરમિટ જોઈતી હતી તેઓ ની ડિગ્રી ધરાવતા ડોક્ટર પાસેથી સર્ટિફિકેટ મેળવતા હતા અને ત્યારબાદ આ મેડિકલ સર્ટિફિકેટને જેતે જિલ્લાની સિવિલ હોસ્પિટલમાં કારણની ખરાઈ માટે મોકલવામાં આવતું હતું. જ્યા ફૂલટાઇમ ફીઝિશિયન, સિવિલ સર્જન અથવા સિવિલ સુપ્રિટેન્ડેન્ટ અને મેડિસિન પ્રોફેસર દ્વારા આ એપ્લિકેશનને ચકાસવામાં આવતી હતી અને ત્યારબાદ અરજી સ્વીકારી પરમિટ આપવામાં આવતી હતી.

Comments

comments

VOTING POLL